ETV Bharat / state

Ambaji News : જ્યારે કુંવરજી હળપતિએ જણાવ્યું કે ગુજરાત સરકારે ખેડૂતો માટે પગલાં લીધા છે - અંબાજી

ગુજરાતના શ્રમ અને રોજગાર પ્રધાન કુંવરજી હળપતિ અંબાજી પહોંચ્યા હતાં. ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે 22 માર્ચે મા અંબાના કર્યા દર્શન કર્યાં હતાં. અહીં તેમણે ગુજરાત સરકાર કમોસમી વરસાદથી નુકસાન સામે ખેડૂતો માટે પગલાં લીધા હોવાનું જણાવ્યું હતું.

Ambaji News : જ્યારે કુંવરજી હળપતિએ જણાવ્યું કે ગુજરાત સરકારે ખેડૂતો માટે પગલાં લીધા છે

author img

By

Published : Mar 27, 2023, 5:04 PM IST

ચૈત્રી નવરાત્રી નિમિત્તે અંબાજી દર્શન

બનાસકાંઠા : 22 માર્ચે રાજ્યના શ્રમ અને રોજગાર પ્રધાન કુંવરજી હળપતિ બનાસકાંઠામાં આવેલા શક્તિપીઠ અંબાજી ખાતે પહોંચ્યાં હતાં. જ્યાં તેમણે ગુજરાતની પ્રજાની આરોગ્ય સુખાકારી સારી રહે અને રાજ્ય પ્રગતિ કરવામાં નંબર વન રહે તે વિશે માતાજીને પ્રાર્થના કરી હતી. સાથે તેમણે જણાવ્યું હતું કે કમોસમી વરસાદથી પાકને નુકસાન મુદ્દે ખેડૂતો માટે પગલાં લીધા છે.

ચૈત્રી નવરાત્રી નિમિત્તે દર્શન : ગુજરાતભરમાં ચૈત્રી નવરાત્રીના જપતપવ્રત સહિત ઉજવણી માતાજીના મંદિરોમાં કરવામાં આવતી હોય છે. ત્યારે શક્તિપીઠ અંબાજીમાં પણ ચૈત્રી નવરાત્રી નિમિત્તે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત સરકારમાં શ્રમ અને રોજગાર પ્રધાન કુંવરજી હળપતિ મા અંબાજીના દર્શન કરવા આવી પહોંચ્યાં હતાં.

આ પણ વાંચો Chaitri Navratri 2023 : ચૈત્રી નવરાત્રીના ઉપવાસમાં અંબાજીમાં માતાજીના પ્રસાદમાં ચીકી પ્રસાદની ખરીદી વધી

રક્ષા પોટલી બંધાવી : શ્રમ અને રોજગાર પ્રધાન કુંવરજી હળપતિ અંબાજી આવી પહોંચ્યા બાદ મા અંબાના દર્શન કર્યાં હતાં અને મહાદેવજી મંદિરમાં જળાભિષેક પણ કર્યો હતો. આ સાથે શ્રમ અને રોજગાર પ્રધાન કુંવરજી બાવળીયાને નિજ મંદિરમાં અંબાજી મંદિરના પૂજારીએ માતાજીની ચૂંદડી અર્પણ કરી સ્વાગત પણ કર્યું હતું. જે બાદ શ્રમ અને રોજગાર પ્રધાન કુંવરજી હળપતિ માતાજીની ગાદીના સ્થાથે ગયાં હતાં અને માતાજીની ગાદી ઉપર ભટ્ટજી મહારાજ પાસે રક્ષા પોટલી બંધાવીને તેમના આશીર્વાદ મેળવ્યા હતાં.

  • યા દેવી સર્વભૂતેષુ શક્તિ-રૂપેણ સંસ્થિતા,
    નમસત્સ્યે નમસત્સ્યે નમસત્સ્યે નમો નમઃ

    આજરોજ હિન્દુ નવ વર્ષ અને ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિને શક્તિપીઠ અંબાજી ખાતે આદ્યશક્તિ માં આંબાના પાવન દર્શન કરી ધન્યતા અનુભવી.

    આ તકે સાથે શ્રી શૈલેષ ભાઈ પટેલ, સિનિયર ભાજપના આગેવાન શ્રી દિનેશભાઈ, ++ pic.twitter.com/kTFpBCZFD0

    — Kunvarji Halpati (@kunvarjihalpati) March 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ફોટો સેશન : શ્રમ અને રોજગાર પ્રધાન કુંવરજી હળપતિ અંબાજી આવતાં સ્થાનિક ભાજપ નેતાઓએ અને ભાજપ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. તેઓએ શ્રમ અને રોજગાર પ્રધાન કુંવરજી હળપતિની મુલાકાતને યાદગાર બનાવવા મા અંબાજી મંદિરના ચાચરચોકમાં તેમની સાથે ફોટો સેશન પણ કરાવ્યું હતું.

આ પણ વાંચો Chaitri Navratri 2023 : 82 વર્ષથી જળવાઇ છે અંબાજીની અખંડ ધૂનની પરંપરા, ક્યારે અને કેમ શરુ થઇ હતી જૂઓ

ખેડૂતો માટે પગલાં લીધા : શ્રમ અને રોજગાર પ્રધાન કુંવરજી હળપતિએ 22 માર્ચના રોજ લેવાયેલી મુલાકાતની તકે તે સમયે કમોસમી વરસાદ હોવાથી કમોસમી વરસાદને લઈ નિવેદન કર્યું હતું. શ્રમ અને રોજગાર પ્રધાન કુંવરજી હળપતિએ તેમના નિવેદનમાં જણાવ્યું હતું તે તેમણે મા અંબાને ખેડૂતોને મોટી નુકસાની થતા કુદરત પણ હવે ખમૈયા કરે તેવી પ્રાર્થના કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે કમોસમી વરસાદને પગલે પાકને નુકસાન થયું હોવા અંગે મળેલી રજૂઆતોના પગલે ગુજરાત સરકારે ખેડૂતો માટે પગલાં લીધા છે અને ખેડૂતોને રાહત મળે તે દિશામાં આગળ વધી રહી છે. કુંવરજી હળપતિએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત રોગમુક્ત બને અને કોરોના જેવી મહામારીમાંથી પ્રજા ઉગરી જાય ત્યારે ગુજરાત નંબર વન બને તેવી માતાજીને પ્રાર્થના કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.