ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લામાં આજથી ધોરણ 6થી 8નું શૈક્ષણિક કાર્ય શરૂ - Government's guideline

કોરોનાના કારણે છેલ્લા 11 માસથી બંદ પડેલી શાળાઓ આજથી શરૂ થઈ છે, ત્યારે આજે ડીસામાં સરકારની SOP મુજબ શાળાના સંચાલકોએ બાળકોને શાળામાં પ્રવેશ આપ્યો હતો.

11 માસ બાદ આજથી ધોરણ 6 થી 8ની શાળાઓ શરૂ
11 માસ બાદ આજથી ધોરણ 6 થી 8ની શાળાઓ શરૂ
author img

By

Published : Feb 18, 2021, 5:48 PM IST

  • આજથી બનાસકાંઠા જિલ્લામાં ધોરણ 6 થી 8 ના કલાસ શરૂ
  • સરકારની ગાઈડ-લાઈન મુજબ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો
  • શાળાઓ શરૂ થતાં વિદ્યાર્થીઓમાં ઉત્સાહ

બનાસકાંઠાઃ કોરોનાના કારણે છેલ્લા 11 માસથી બંદ પડેલી શાળાઓ આજથી શરૂ થઈ છે, ત્યારે આજે ડીસામાં સરકારની SOP મુજબ શાળાના સંચાલકોએ વાલીઓના સંમતિપત્ર મેળવી બાળકોની થર્મલ ગનથી તપાસ કર્યા બાદ સેનેટાઈઝર કર્યા બાદ શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.

11 માસ બાદ આજથી ધોરણ 6 થી 8ની શાળાઓ શરૂ
11 માસ બાદ આજથી ધોરણ 6 થી 8ની શાળાઓ શરૂ

આજથી બનાસકાંઠા જિલ્લામાં ધોરણ 6 થી 8 ના કલાસ શરૂ

માર્ચ 2020માં કોરોનાનું સંક્રમણ વધતાં સરકાર દ્વારા લોકડાઉનની ઘોષણા કરવામાં આવી હતી. સરકાર દ્વારા કરવામાં આવેલી લોકડાઉનની ઘોષણાને પગલે સમગ્ર દેશમાં શૈક્ષણિક સંકુલો પણ બંદ કરી દેવામાં આવ્યા હતા, ત્યારબાદ સમય જતાં શરતોને આધીન લોકડાઉનમાંથી લોકોને મુક્ત કરી સરકાર દ્વારા અનલોકની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. સરકારની આ પ્રક્રિયા દરમિયાન પણ શાળાઓને ખોલવાની મંજૂરી આપવામાં આવી ન હોતી, ત્યારબાદ દિવાળીના તહેવારો પણ પૂરા થઈ ગયા હતા અને લગભગ 11 માસ સુધી ગુજરાતમાં શાળાઓ બંદ હતી, ત્યારે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓનો અભ્યાસના બગડે તે માટે આજથી શાળાઓ શરૂ કરવાનો હુકમ કર્યો છે.

11 માસ બાદ આજથી ધોરણ 6 થી 8ની શાળાઓ શરૂ

સરકારની ગાઈડ-લાઈન મુજબ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો

છેલ્લા 11 મહિનાથી બંદ પડેલી શાળાઓ આજથી શરૂ થતાં વિદ્યાર્થીઓએ શાળા તરફ પ્રયાણ કર્યું હતું, ત્યારે શાળાના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા આપવામાં આવેલા સંમતિપત્રો ચકાસ્યા બાદ વિદ્યાર્થીઓને સેનેટાઈઝ કરી તેમનું થર્મલ ગનની મદદથી તાપમાન માપીને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત શાળામાં પ્રવેશ આપવામાં આવ્યા બાદ વિદ્યાર્થીઓનું સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે પ્રમાણેની બેઠક વ્યવસ્થા મુજબ બેસાડવામાં આવ્યા હતા.

શાળાઓ શરૂ થતાં વિદ્યાર્થીઓમાં ઉત્સાહ

11 માસ સુધી શાળાથી દૂર રહેલા વિદ્યાર્થીઓ પણ આજે શાળા શરૂ થતાં ઉત્સાહિત જોવા મળ્યા હતા. વિદ્યાર્થીઓએ પણ સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયને આવકારીને આગામી સમયમાં ખંતથી અભ્યાસ કરવાની ખાતરી આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.