બનાસકાંઠાઃ જિલ્લામાં બુધવારે વધુ એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત RTO ચાર રસ્તા પાસે સર્જાયો હતો, જેમાં બાઈકને ટ્રેલર ચાલકે પાછળથી ટક્કર મારી ટ્રેલર સાથે ફરાર થઈ ગયો હતો. જો કે, પોલીસે કંસારી ટોલનાકા પાસે ટ્રેલર ચાલકને ઝડપી લીધો હતો.
આ અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બાઈક પર સવાર મહિલાને સામાન્ય ઈજા પહોંચી હતી. આ અકસ્માતની જાણ થતા ડીસા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતદેહને ડીસા સિવિલ ખાતે PM માટે મોકલી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
ધાનેરા રોડ પર આવેલા વાલેર ગામના પરેશ નાઈ તેમની માતા સાથે બાઈક પર ડીસા તાલુકાના ગોઢા ગામે દર્શન કરવા ગયા હતા. દર્શન કરી આખોલ ચોકડી પાસેથી પોતાના ઘર વાલેર તરફ જઈ રહ્યા હતા. જે દરમિયાન પાછળથી પૂર ઝડપે આવી રહેલા ટ્રેલર ચાલકે બાઈક પર બેઠેલા માતા અને પુત્રને જોરદાર ટક્કર મારતા બાઈક પર સવાર પરેશ નાઈ અને તેની માતા રોડ પટકાયા હતા. જેમાં પુત્ર પરેશ નાઈનું રોડ પર પટકાતા ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે તેની માતાને નાની મોટી ઇજા થવા પામી હતી.
આ અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. તાત્કાલિક ડીસા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. મૃતદેહને ડીસા સિવિલ ખાતે PM અર્થે ખસેડાઇ હતી. આ અકસ્માત સર્જનારા ટ્રેલર ચાલક પોતાનું ટ્રેલર લઈ ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો, પરંતુ કંસારી ટોલનાકા પાસે ટ્રેલર ચાલકને ઝડપાઈ ગયો હતો. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
12 જુલાઈ - પાસે બાઈક અને ટ્રેલર વચ્ચે અકસ્માતમાં એકનું મોત
બનાસકાંઠા જિલ્લાના થરાદ રોડ પર રવિવારના રોજ બાઈક અને ટેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક પર સવાર શિક્ષકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલા વ્યક્તિને સામાન્ય ઈજાઓ થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.
6 જૂન - બનાસકાંઠાના થરાદ-ઢીમા રોડ પર સર્જાયો અકસ્માત, 7 લોકોને ગંભીર ઈજા
બનાસકાંઠા જિલ્લાના થરાદ-ઢીમા રોડ પર અકસ્માત સર્જાયો હતો. જેમાં 7 લોકોને ગંભીર ઇજા થતા થરાદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
29 મે - બનાસકાંઠા જિલ્લામાં સર્જાયા બે ગમખ્વાર અકસ્માત, 2ના મોત
બનાસકાંઠા જિલ્લામાં બે અલગ-અલગ જગ્યાએ ગમખ્વાર અકસ્માતો સર્જાયા હતા. જેમા બે વ્યક્તિઓના કરૂણ મોત નિપજ્યા હતા. લોકડાઉન હોવા છતાં પણ અકસ્માતો થઇ રહ્યા છે. એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયો હતો.
23 મે - ધાનેરા નજીક સર્જાયો અકસ્માત, 2ના ઘટના સ્થળ પર મોત
બનાસકાંઠામાં ધાનેરા પાસે વેગેનાર કાર અને દૂધના ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 2 લોકોના ઘટના સ્થળ પર જ મોત નિપજ્યા હતા.