ETV Bharat / state

બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 2નાં મોત, 5 કલાક સુધી કેમ કરવી પડી રાહત કામગીરી?

ડીસાના એલિવેટેડ બ્રિજ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો (Accident on Deesa Elevated Bridge)હતો. રોંગ સાઇડમાં આવી રહેલા ટ્રક અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા બે લોકોના ઘટના સ્થળે કરૂણ મોત નિપજ્યા હતા. અકસ્માતમાં ટ્રેલરમાંથી પોલીસે પાંચ કલાક સુધી રાહત કામગીરી કરી ફસાયેલ મૃતદેહને બહાર કાઢ્યો હતો.

ડીસાના ઓવરબ્રિજ પર બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ડ્રાઈવર-ક્લીનરના ઘટનાસ્થળે મોત

author img

By

Published : May 31, 2022, 2:52 PM IST

બનાસકાંઠા: જિલ્લાના નેશનલ હાઇવે હાલ લોહિયાળ સાબિત થઈ (Accident between two trucks in Deesa)રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં રોજેરોજ અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના નેશનલ હાઇવે (National Highway of Banaskantha District)પર મોટા હેવી વાહનોના ગફલત ભર્યા ડ્રાઇવિંગના કારણે વારંવાર નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે વારંવાર સર્જાતા અકસ્માતનો લઈને હાલ લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના નેશનલ હાઇવે પર (Deesa Elevated Bridge)અકસ્માતોની સંખ્યામાં જે પ્રમાણે વધારો થઈ રહ્યો છે તે પ્રમાણે અકસ્માતમાં મોતની પણ સંખ્યા સતત વધી રહી છે.

બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત

આ પણ વાંચોઃ Banaskantha Accident : બસ ચાલકે રિક્ષાને અડફેટે લેતા પાંચ લોકોના મૃત્યુ

અકસ્માતના પગલે લોકોમાં ભયનો માહોલ - વારંવાર સર્જાતા અકસ્માતમાં મોતથી અનેક પરિવારોને પોતાના સભ્ય ખોવાનો વારો આવ્યો છે. નેશનલ હાઈવે પર સર્જાતા અકસ્માતોને અટકાવવા માટે પોલીસ દ્વારા રાત્રી પેટ્રોલીંગ વધારવામાં આવે અને બેફામ ગતિએ વાહનો ચલાવતા વાહનચાલકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તો જ આવનારા સમયમાં વારંવાર સર્જાતા અકસ્માતનો અટકાવી શકાય તેમ છે.

ડીસાના ઓવરબ્રીજ પર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો - ડીસામાં એલિવેટેડ બ્રિજ પર વહેલી સવારે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. પાલનપુર તરફથી આવી રહેલ પથ્થર ભરેલું ટ્રેલર ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહ્યું હતું તે સમયે ધાનેરા તરફથી આવી રહે જીરું અને ઇસબગુલ ભરેલ ટ્રક સામ સામે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બન્ને ગાડીના કેબીનનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ટ્રેલરમાં પથ્થરની અને કેબીન વચ્ચે ફસાઇ જતા ચાલક અને ક્લિનરનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું જ્યારે ટ્રકમાં બેઠેલા બે લોકોને નાની મોટી ઇજા થતાં આબાદ બચાવ થયો હતો.

આ પણ વાંચોઃ લુણાવાડા ચાર કોસિયા નાકા પાસે ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના ચાર સભ્યોના ઘટના સ્થળે જ મોત

પોલીસ અને હાઇવે ઓથોરિટી દ્વારા રાહતની કામગીરી શરૂ કરાઈ - આ બનાવને પગલે ડીસા દક્ષિણ પોલીસ અને હાઇવે ટ્રાફિક પેટ્રોલિંગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સતત પાંચ કલાક સુધી ક્રેનની મદદથી રાહત કામગીરી કરી ટ્રેલરના કેબીનમાં ફસાયેલ મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોટમ અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. ઉલ્લેખનીય છે કે જીરું અને ઇસબગૂલ ભરેલી ટ્રકના ચાલકે ત્રણ કિલોમીટર દૂર ફરીને ન જવું પડે તે માટે ઓવરબ્રિજ પર આવેલ ઇમર્જન્સી એકજેટ પોલ ખોલી રોંગ સાઇડમાં આવી રહ્યો હતો જે ટ્રક ચાલકની ગંભીર બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો હતો અને નિર્દોષ ટ્રેલર ચાલક અને ક્લીનરે જીવ ગુમાવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.