ETV Bharat / state

ડીસા પાલનપુર નેશનલ હાઇવે પર ગોઝારો અકસ્માત, વાહનોમાં આગ લાગતા 4 લોકાના મોત

બનાસકાંઠામાં ડીસા પાલનપુર હાઈવે પર ભોયણ ગામના પાટિયા પાસે આજે સવારે ચાર વાહનો વચ્ચે થયેલા વિચિત્ર અકસ્માતમાં, ત્રણ વાહનો સળગી જતાં બે ટ્રક વચ્ચે ફસાયેલી રીક્ષા બળીને રાખ થઈ ગઈ હતી. આ અકસ્માતમાં રીક્ષામાં બેઠેલા ત્રણ મુસાફરો આગની લપેટમાં આવી જતા તેમના ધટના સ્થળ પરજ મોત નિપજ્યા હતા. અને એકનું સારવાર દરમિયાન મોત થયું હતું ટોટલ 4 લોકોના મોત થયા હતા.

ડીસા પાલનપુર નેશનલ હાઇવે પર ગોઝારો અકસ્માત, વાહનોમાં આગ લાગતા 4 લોકાના મોત
ડીસા પાલનપુર નેશનલ હાઇવે પર ગોઝારો અકસ્માત, વાહનોમાં આગ લાગતા 4 લોકાના મોત
author img

By

Published : Oct 8, 2021, 12:36 PM IST

  • ડીસા પાલનપુર નેશનલ હાઇવે પર ચાર વાહનો વચ્ચે અકસ્માત બાદ આગ લાગતા 4 ના મોત
  • બે ટ્રકો વચ્ચે રીક્ષા ફસાઈ જતા તેમાં બેઠેલા ત્રણ લોકો જીવતા ભૂંજાયા
  • સારવાર દરમ્યાન વધુ એક વ્યક્તિનું મોત થયું

ડીસા : ડીસા પાલનપુર હાઈવે પર ભોયણ ગામના પાટિયા પાસે આજે સવારે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં ભોયણ ગામના પાટિયા પાસે એક ટ્રક વળાંક લેવા જતા તેની સાઈડમાં રીક્ષા પણ ઊભી હતી. આ સમયે પાલનપુર તરફથી પથ્થર ભરીને આવતા ટ્રેલરે બન્ને વાહનોને અડફેટે લેતા બે વાહનો વચ્ચે રિક્ષા આવી ગઇ હતી. જ્યારે ડીસાથી પાલનપુર તરફ જતી ઇકો વાન પણ ટ્રકને ધડાકાભેર અથડાઈ હતી આમ ચાર વાહનોનો અકસ્માત થયો હતો.

આગમાં 4 વાહનો બળીને ખાખ

બંને ટ્રક વચ્ચે ફસાયેલી રીક્ષામાં અચાનક આગ લાગતા ટ્રક, ટ્રેલર અને રીક્ષા ભડભડ સળગવા લાગ્યા હતા. આગ એટલી તીવ્ર હતી કે ધુમાડાના ગોટેગોટા ત્રણ થી ચાર કિલોમીટર દૂર સુધી દેખાવા લાગ્યા હતા. રિક્ષામાં મુસાફરો બેઠેલા હતા તે બહાર ન નીકળી શક્તા હોવાથી અફરાતફરી સર્જાઇ હતી. ડીસા અને પાલનપુર નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરાતા બન્ને ફાયર ફાયટરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

વહીવટી તંત્ર ઘટના સ્થળે

ડીસા તાલુકા પોલીસ, મામલતદાર સહિત અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયર ફાઈટરે આગ ઉપર કાબૂ મેળવતાં તેમજ ક્રેન દ્વારા ટ્રક, ટ્રેલર ખસેડાતા રિક્ષામાં બેઠેલા ત્રણ મુસાફરો જીવતા ભૂંજાયા હોવાનું જણાવ્યું હતું. જ્યારે ઇકો વાનમાં સવાર મુસાફરો પૈકી એક મુસાફરનું ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો : મુન્દ્રામાં 12 કન્ટેનરમાં બેઝ ઓઇલની જગ્યાએ, લાઈટ ડીઝલ ઓઇલ નીકળતાં કાર્યવાહી હાથ ધરાઇ

આ પણ વાંચો : આજે Indian Air Force Day 2021, ભારતીય વાયુ સેનાનો 89મો સ્થાપના દિવસ, જાણો આ દિવસ વિશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.