- પાલનપુરના યુવકને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન
- લુપ્ત થતી વનસ્પતિના 350થી પણ વધુ બીજ કર્યા એકત્રિત
- વનસ્પતિ બચાઓ અભિયાન અંતર્ગત ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન
બનાસકાંઠા: આજકાલના યુવાનો પોતાનું જીવન મોજશોખથી જીવતા હોય છે. આજે મોટાભાગના યુવાનો પોતાનું જીવન હરવા-ફરવા પસાર કરતા હોય છે. ત્યારે પાલનપુરના યુવકે ભારતભરમાં લુપ્ત થતા વનસ્પતિને બચાવવા માટેનો અનોખો પ્રયાસ કરે છે. આજે જ્યારે યુવાનો મોજ મસ્તીમાં વ્યસ્ત છે, ત્યારે પાલનપુરનો આ યુવાન પોતાનું જીવન જંગલોમાં લુપ્ત થતી વનસ્પતિને શોધવા માટે પ્રયાસ કરી રહ્યો છે. કોરોના વાઈરસની મહામારીમાં જ્યાં લોકો ઘરની અંદર રહી પોતાનું જીવન બચાવી રહ્યા હતા, ત્યારે આ યુવકે કોરોના વાઈરસની મહામારીમાં સરકાર દ્વારા સદુપયોગ કરી 350થી પણ વધુ વનસ્પતિ જેને લોકો ભૂલી ગયા છે તેવી વનસ્પતિને આ યુવક બચાવવાના પ્રયાસો કરી રહ્યો છે.
યુવકની અનોખી પહેલ
કોરોના મહામારી વખતે લોકડાઉનના સમયે બનાસકાંઠાના પાલનપુરમાં રહેતા 26 વર્ષીય નીરલ પટેલે પર્યાવરણને બચાવવા માટે ભગીરથ કાર્ય હાથ ધર્યું હતું. આમ તો નિરલ પટેલ દાંતીવાડા ની મોડેલ સ્કૂલ ખાતે પ્રવાસી શિક્ષક તરીકે સેવા આપતા હતા પરંતુ કોરોના મહામારી માં શાળાઓ બંધ થતાં છુટા કરાયા છે. નીરલ પટેલને નાનપણથી જ કુદરતની પાસે રહેવાનો શોખ છે. તે પ્રકૃતિ પ્રેમી છે ત્યારે લોકડાઉનમાં ઘરે બેસી રહેવાને બદલે પર્યાવરણ અને વૃક્ષને બચાવવા માટે તેના સંરક્ષણ માટે તેને વિશેષ કાર્ય શરૂ કર્યું છે. આ સમય દરમિયાન તેણે ગુજરાતમાં લુપ્ત થઇ રહેલી 350થી પણ વધારે વનસ્પતિઓ, ઝાડ અને છોડના બીજ એકઠા કરી પ્રકૃતિપ્રેમી લોકો સુધી પહોંચાડવાનું કામ શરૂ કર્યું હતુ.
અનેક લોકોને વિના મૂલ્યે વનસ્પતિના છોડનું વિતરણ
નિરલ પ્રકૃતિપ્રેમી હોવાથી તે સોશ્યલ મીડિયા પર પર્યાવરણ સંલગ્ન અનેક ગૃપો જોડાયેલો છે જેથી સૌ પ્રથમ તેણે ગુજરાતમાં લુપ્ત થઈ રહેલી વનસ્પતિઓ વિશે માહિતી મેળવી અને ત્યારબાદ આ લુપ્ત થઈ રહેલી વનસ્પતિઓના બીજ શોધવા માટે જંગલોમાં ફરી ફરીને તેને બીજ એકઠા કર્યા. અને સોશિયલ મીડિયા મારફતે પ્રકૃતિપ્રેમી લોકો સુધી આ બીજને વિનામૂલ્યે પહોંચાડવાનું કામ શરૂ કર્યું . અત્યારે તેણે ફેસબુક પર પાલનપુર બેન્ક નામનું પેજ પણ બનાવ્યું છે તેના માધ્યમથી તેને અત્યાર સુધી 1 કરોડથી પણ વધુ બીજ 10 હજાર જેટલા લોકો સુધી વિનામૂલ્યે પહોંચાડી પ્રકૃતિ નું જતન કર્યું છે.
આ પણ વાંચોઃ 5 વર્ષના અરિંદમે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, 13 સેકંડમાં માર્યા 100 બોક્સિંગ પંચ
ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન
આ યુવક માત્ર ગુજરાત જ નહીં પરંતુ ભારતભરમાં અનેક રાજ્યોમાં જ્યાંથી કોઈ મેસેજ આવે ત્યાં તરત જ તે કુરીયર મારફતે બીજ પહોંચાડી દે છે પ્રકૃતિ ને બચાવવા માટે શરૂ કરેલા આ ભગીરથ કાર્ય ની નોંધ હવે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ પણ લીધી છે, અને તેમને ગોલ્ડ મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા છે. તેને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નામ આવતાની સાથે જ તેને હજુપણ વધુને વધુ લોકોને લુપ્ત થતા આ વનસ્પતિના છોડ પહોંચાડવા માટેની પહેલ શરૂ કરી છે જેથી આવનારા સમયમાં ભારતભરમાં જે લુપ્ત વનસ્પતિ થઈ રહ્યા છે તેને બચાવી શકાય.
પરિવારમાં ખુશીનો માહોલ
નીરવ પટેલ નું માનવું છે કે, વધુમાં વધુ લોકો વૃક્ષારોપણ સાથે જોડાયેલા રહે. તે સ્કૂલના બાળકો આસપાસના યુવાનો તેમજ દોસ્તોને પણ બીજ આપી હંમેશા વૃક્ષો વાવવા માટે પ્રેરણા આપતા રહે છે. ત્યારે આશા રાખીએ કે, નિરજ પટેલના આ ઉત્તમ પ્રયાસોથી પર્યાવરણમાં થોડો પરંતુ એક સકારાત્મક ફેરફાર તો આવશે જ. નીરવ પટેલનું નામ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં આવતાની સાથે જ પરિવારમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. છેલ્લા એક વર્ષથી નીરવ પટેલ જ્યાં જંગલોમાં જે વનસ્પતિના જોડે એકત્રિત કરી લાવતો હતો. તેને પરિવાર પણ ભેગા કરવામાં મદદરૂપ બનતો હતો. ત્યારે પોતાના પરિવારમાં સૌ પ્રથમવાર ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નામ આપતા પરિવારમાં ખુશી જોવા મળી હતી.