બનાસકાંઠાઃ ડીસા પાસેથી શનિવારે મોડી સાંજે પશુઓ ભરીને કતલખાને જઈ રહેલી ટ્રક ઝડપાઈ હતી. આ ટ્રકમાં રહેલા 227 પશુઓને ડીસા દક્ષિણ પોલીસે પાંજરાપોળને સોંપી ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધું તપાસ હાથ ધરી છે.
ડીસાના ગવાડી વિસ્તારમાંથી ઘેટા બકરા ભરીને એક ટ્રક કતલખાને જતી હોવાની માહિતી મળતા જ ડીસા દક્ષિણ પોલીસ વોચ ગોઠવી હતી. આ વોચ દરમિયાન ડીસા પાટણ હાઈવે પર એક શંકાસ્પદ ટ્રકને ઉભી રખાવી તપાસ કરતા તેમાં ખીચોખીચ ભરેલા 227 ઘેટા-બકરા મળી આવ્યા હતા.
પોલીસે તરત જ ટ્રક ચાલકની અટકાયત કરી હતી, જ્યારે ઝડપાયેલા ઘેટા બકરાઓને ડીસા પાસે આવેલા કાંટ રાજપુર પાંજરાપોળમાં સોંપ્યા હતા. ટ્રક ચાલકની પૂછપરછ કરતા આ પશુઓ ડીસાના ગાડી વિસ્તારથી નંદાસણ કતલખાને લઇ જવાતા હોવાનું કબૂલ્યું હતું. જેથી ડીસા દક્ષિણ પોલીસે ટ્રકચાલક સામે પશુ અત્યાચાર અધિનિયમ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
કતલખાને લઇ જવાતા પશુને બચાવવાની તથા કતલખાના ઝડપાયાની કેટલીક ઘટનાઓ
- 27 મેઃ મહેસાણાના મંડાલી ગામની સીમમાં કતલખાનું ઝડપાયું, 73 પશુઓને બચાવી લેવાયા
મહેસાણા જિલ્લામાં આવેલા મંડાલી ગામની સીમમાં પશુઓનું કતલખાનું શરૂ થયું હોવાની બાતમી મળતા લાંઘણજ પોલીસે ઘટના સ્થળે રેડ કરી 73 પશુઓને મોતના મુખમાં જતા બચાવી લઈ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
- 25 મેઃ વડોદરામાં કતલખાનું પોલીસે ઝડપી પાડ્યું
વડોદરામાં રમઝાન ઈદની પૂર્વ સંધ્યાએ તુલસીવાડીમાં ગેરકાયદે ધમધમતું કતલખાનું પોલીસે ઝડપી પાડ્યું હતું. ખાટકીઓ નિર્દય રીતે પશુઓની હત્યા કરી માંસનો વેપાર કરતા હતા. જેમાં પોલીસે બે ખાટકીની ધરપકડ કરી ચાર પાડા અને બે ભેંસને બચાવી પાંજરાપોળ મોકલી આપ્યા હતા.
- 23 મેઃ અમદાવાદ: ઝોન-2 DCPના સ્કોડે શાહપુરમાંથી કતલખાનું ઝડપી પાડ્યું
અમદાવાદ: શહેરના શાહપુરમાં મસ્જિદ પાછળ ચાલી રહેલ કતલખાનામાં ડીસીપી zon-2 ધર્મેન્દ્ર શર્માએ તેમના સ્કોડ સાથે રેડ કરી હતી, ત્યારે સ્થળ પરથી 75થી વધુ જીવતા પાડા અને ગાય ભેંસ ઝડપી હતી. તો 5થી વધારે કપાયેલા જીવ પણ મળી આવ્યા હતા. ચોકવનારી વાત એ છે કે, પોલીસે 2 આઇસર, 1 છોટા હાથી અને 3 તીક્ષ્ણ હથિયાર કબજે કર્યા હતા. જેમાંથી એક ગાડી પર કોરોના રાહત કાર્યનું બોર્ડ પણ લગાવવામાં આવ્યું હતું. હાલ પોલીસે તમામ વસ્તુઓ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
- 5 માર્ચઃ સાબરકાંઠાના ઇડર નજીકથી કતલખાને લઇ જવાતા 10 પશુઓને બચાવાયા, 3 આરોપીઓની અટકાયત
સાબરકાંઠાઃ ઇડરથી વલાસાણા રોડ પર ગેરકાયદેસર કતલખાને લઇ જવાતા 10 પશુઓને બચાવી લેવામાં આવ્યા છે. તેમજ ત્રણ આરોપીઓ સાથે બે જીપ ડમ્પર કબ્જે કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ડીસાના ગૌ જ પ્રેમીઓને માધવી મળેલી કે દસ જેટલા પશુઓને ગેરકાયદેસર કતલખાને લઇ જવામાં આવે છે. આ તમામ આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. તેમજ જીપડાલા લખાયેલા 10 પશુઓની ઇડર પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. જો કે, કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા ગેર કતલખાને લઇ જવાતા પશુ તસ્કરો મુદ્દે ઠોસ પગલા ભરવાની જરૂરિયાતની સાથે જાગવાની જરૂરિયાત છે, તે મહત્વનું બની રહે છે.
- 3 એપ્રીલઃ કુતિયાણામાંં મકાનમાં ધમધમતા કતલખાના ઝડપાયા, પોલીસે 8 લોકોની ધરપકડ
પોરબંદર :કુતિયાણા શહેરમાં બે સ્થળો એ રહેણાંક મકાનમાં ધમધમતા કતલખાના પોલીસે ઝડપી પાડ્યા છે.બન્ને જગ્યાએ થી કુલ આઠ શખ્સો ની ધરપકડ કરવામાં આવી છે. કુતિયાણાના હાથીચોક વિસ્તારમાં રહેતા બોદુ ચાંદ ખંભાતી તથા સફી વલી ખંભાતી નામના બે શખ્સો પોતાના રહેણાંક અને કબ્જાવાળા મકાનોમાં ગેરકાયદેસર કતલખાના ચલાવી મટનની હેરાફેરી કરતા હોવાની માહિતી કુતિયાણા પી.એસ.આઈ કે. એસ. ગરચરને બાતમી મળતા શુક્રવારે સવારે દરોડા પાડ્યા હતા.
- 6 એપ્રીલઃ અમરેલી પોલીસે ગૌવંશ કતલખાનું ઝડપી પાડ્યું
અમરેલી: ગૌવંશની કતલ તથા હેરાફેરીના ગુન્હાઓમાં સંડોવાયેલ આરોપીને પાસા તળે જેલમાં પાસા ગૌવંશની કતલ કરતાં તેમજ જનતાની ધાર્મિક લાગણીને દુભાવવા અને આમ જનતામાં પોતાની ધાક જમાવવાના હેતુથી ગૌવંશના પશુઓની હેરાફેરી કરવી તેમજ તેની કતલ કરવી અને તેનુ માંસ મટનની હેરાફેરી અને વેચાણ જેવી પ્રવૃતિ સંદતર બંઘ થાય તે હેતુંથી સરકારે ગૌવંશ કાયદામાં સુઘારાઓ કરવામાં આવેલ હોવા છતાં કાયદાનો ડર રાખયા વગર અમુક ઇસમો પોતાની ગેરકાયદેસર ગૌવંશની હેરાફેરી તથા કતલ કરવાની પ્રવૃતિ ચોરી છુપીથી શરૂ રાખતાં હતા.