- ગુજરાત-રાજસ્થાનની બોર્ડર પર પોલીસ દ્વાર વોહનોની સઘન તપાસ
- અંબાજી પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત
- થર્ટી ફર્સ્ટને લઇને સઘન ચેકીંગ હાથ ધરાયું
બનાસકાંઠાઃ 31 ડિસેમ્બરની ઉજવણીને લઇને ગુજરાત-રાજેસ્થાન બોર્ડર પર ચાપતો બંદોબંસ્ત ગોઠવવામાં આવ્યો છે. ઉજવણીને લઇને લોકો વિવિધ પ્રકારની પાર્ટીઓનું આયોજન કરી ઉત્સાહ માનવતા હોય છે ને આવી પાર્ટીઓ માટે કોઈ પણ પ્રકારના માદક દ્રવ્યોની હેરાફેરી થવાની સંભાવનાઓને લઈ અંબાજી નજીક ગુજરાત-રાજસ્થાનની બોર્ડર સરહદ છાપરી પર બનાસકાંઠા પોલીસ દ્વારા સઘન ચેકીંગ ઝુંબેશ ચલાવામાં આવી રહી છે. રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશ તા વાહનોની પોલીસ દ્વારા તપાસ કરાઈ રહી છે.
31 ડિસેમ્બરની ઉજવણીને લઇને પોલીસની ડ્રાય
31 ડિસેમ્બરની ઉજવણીને લઇને કોઈ ભાંગ ફોડિયા પ્રવૃતી માટેની સાધન સામગ્રી કે, માદક દ્રવ્યોની હેરાફેરી થાય નહીં તે માટે તકેદારીના પગલાં લેવાઈ રહ્યા છે. 31 ડિસેમ્બરની ઉજવણીને લઇને અંબાજી પોલીસ દ્વારા તપાસની કામગીરી શરૂ કરવામાં આવી છે પરંતુ હાલ કોઈજ ગેરકાનૂની ચીજવસ્તુ કે, શંકાસ્પદ વ્યક્તિઓ મળી આવેલા નથી કોઈ જ ગેરકાનુની ચીજવસ્તુ કે, શંકાસ્પદ વ્યક્તિઓ મળી આવેલા નથી.