ETV Bharat / state

પાલનપુરમાં લવ જેહાદ પ્રકરણમાં 5 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં રહેલા લવ જેહાદ પ્રકરણમાં પોલીસે બન્ને યુવક યુવતીને ઝડપી પાડ્યા છે.યુવકે લગ્નનાં ખોટાં દસ્તાવેજ બનાવી લગ્ન કર્યા હોવાથી યુવતીના પિતાએ તેની પુત્રી સહિત કુલ 5 વ્યક્તિઓ સામે લગ્ન નોંધણી કાયદાના ઉલ્લંઘનની ફરિયાદ પાલનપુર પોલીસમથકે નોંધાવી છે.

પાલનપુરમાં લવ જેહાદ પ્રકરણ
પાલનપુરમાં લવ જેહાદ પ્રકરણ
author img

By

Published : Jan 18, 2021, 1:30 PM IST

યુવક,યુવતી,લગ્ન નોંધણી કરનાર રજિસ્ટ્રાર સહિત બે મિત્રો સહિત કુલ પાંચ સામે નોંધાઇ ફરિયાદ

થોડાં દિવસ અગાઉ યુવક યુવતી ઘરેથી ભાગી ગયા હતા

હિન્દૂ સંગઠનોએ યુવતીને પાછી અપાવવા જિલ્લા કલેકટર જિલ્લા પોલીસ વડાને આપ્યું આવેદનપત્ર

બનાસકાંઠા:પાલનપુર તાલુકાના ધાણધા ગામના નિશારખાં જીતુખાન ઘાસુરા અને અન્ય ધર્મની યુવતી બન્નેએ 20 દિવસ પહેલાં ભાગીને આબુરોડ ખાતે હિન્દૂ લગ્નવિધિ પ્રમાણે લગ્ન રજીસ્ટર કરાવ્યા હતાં. જોકે આ મામલે બનાસકાંઠાના જુદા જુદા હિન્દૂ સંગઠનોએ જિલ્લા કલેકટર,જિલ્લા પોલીસ વડા તમામને ઉચ્ચ સ્તરે રજૂઆતો કરી યુવતીને છોડાવી યુવક સામે કડક પગલાં ભરવા રજુઆત કરી હતી.

બનાસકાંઠા પોલીસે તાજેતરમાં જ બન્ને યુવક યુવતીને ઝડપી લીધા હતા.યુવતીના પિતાએ પોતાની પુત્રી,વિધર્મી યુવક અને મદદગારી કરનાર ત્રણ વ્યક્તિઓ સહિત કુલ 5 લોકો સામે ખોટાં દસ્તાવેજના આધારે લગ્ન નોંધણી કરવાની ફરિયાદ દાખલ કરી છે.આરોપી યુવકનો કોરોના રિપોર્ટ આવ્યા બાદ રિમાન્ડ માંગવાની કાર્યવાહી કરાશે. તેમજ મદદગારી કરનાર યુવકોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

યુવકે અગાઉ કરેલ લગ્નની માહિતી છુપાવી ખોટા લગ્ન દસ્તાવેજ બનાવી લગ્ન કર્યા

યુવતીના પિતાએ નોંધાવેલી ફરિયાદમાં લગ્નના ખોટાં દસ્તાવેજ બનાવાયાનો આરોપ લગાવવામાં આવ્યો છે.આ અંગે ફરિયાદીના વકીલ મનોજભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, યુવક નિશારખાનના અગાઉ લગ્ન થયેલ છે. આ માહિતી તેમણે લગ્ન નોંધણીમાં છૂપાવી છે.તેમજ મહારાજની ગેરહાજરી હોવા છતાં મહારાજની હાજરીમાં લગ્ન કર્યા હોવાનો ઉલ્લેખ કર્યો છે.જેથી 5 લોકો સામે ખોટાં લગ્ન દસ્તાવેજ બનાવવા તેમજ તેમાં મદદગારી કરવાનો ગુનો નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.