બનાસકાંઠાઃ મુખ્ય મથક પાલનપુરમાં નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ ઠાકોર સામે ભ્રષ્ટાચાર અને વિકાસના કામો ન થતાં હોવાના આક્ષેપો સાથે કોંગ્રેસના 17 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. જે મુદ્દે ગુરૂવારે નગરપાલિકા ખાતે સામાન્ય સભા યોજાઈ હતી. આ સભામાં કોંગ્રેસના 16 સભ્યોએ અવિશ્વાસના દરખાસ્તની તરફેણમાં મત આપ્યા હતા, જ્યારે ભાજપના માત્ર 4 સભ્યો જ હાજર રહ્યા હતા. જેથી કુલ 44 સભ્યોમાંથી બે તૃતીયાંશ સભ્યોની જગ્યાએ માત્ર 16 સભ્યોએ જ મત આપતાં અવિશ્વાસની દરખાસ્તનો ફિયાસ્કો થયો હતો.
દરખાસ્ત નામંજૂર થવાથી પણ કોંગ્રેસ વિરોધ નોંધાવ્યો હતો અને કહ્યું હતું કે, બે તૃતીયાંશ સભ્યોએ જે તરફી મતદાન કર્યું, તે તરફી નિર્ણય આપવો જોઈએ. આ ઉપરાંત કોંગ્રેસે આ મુદ્દે આગળની કાર્યવાહી કરવા અંગે જણાવ્યું હતું.