ETV Bharat / state

બનાસકાંઠાઃ ધાનેરામાં ભંગાણના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, લાખો રૂપિયાનું નુકસાન - Team of Dhanera Fire Fighters

ધાનેરા શહેરમાં ભંગારના ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ લાગી હતી. આ આગ લાગતા આજુબાજુના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મોડી રાત્રે ફાયર ફાઈટરની મદદથી આગને કાબૂમાં લેવામાં આવી હતી.

Dhanera
ધાનેરા
author img

By

Published : Oct 24, 2020, 8:00 PM IST

  • ધાનેરામાં ભંગારના ગોડાઉનમાં લાગી આગ
  • આગ લાગતા લોકોમાં દોડધામ
  • ગોડાઉન માલિકને લાખો રૂપિયાનું નુકસાન
  • ડીસામાં પણ ઇલેક્ટ્રિકની દુકાનમાં આગ લાગતા લાખો રૂપિયાનું નુકસાન

બનાસકાંઠા : જિલ્લામાં આગની બે ઘટનાઓ સામે આવી હતી. જેમાં બનાસકાંઠા જિલ્લાના બે અલગ અલગ તાલુકામાં એક ઈકો ગાડીમાં આગ લાગી હતી. જ્યારે બીજી તરફ પાલનપુર આબુ હાઈ-વે પર ટ્રેલરમાં આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. જે બાદ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં હાઈવે વિસ્તાર પર આવેલ એક ભંગારના ગોડાઉનમાં શોર્ટસર્કિટના કારણે ભીષણ આગ લાગી હતી. જોતજોતામાં આ આગે પોતાનું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને એ પછી એક ભંગારના ગોડાઉનમાં ચારે બાજુ આગ ફેલાવવાનું શરૂ થઈ ગયું હતું. આ આગના કારણે ગોડાઉન માલિકને મોટું નુકસાન થયું હતું. આ આગની સાથે જ લોકોમાં ભારે ભય જોવા મળ્યો હતો. કારણ કે, આ ભંગારનું ગોડાઉન રહેણાંક વિસ્તારમાં આવેલું હોવાના કારણે આજુબાજુ મોટી સોસાયટીઓ આવેલી હતી. જેમાં આગ પહોંચી ન જાય તે માટે લોકોમાં ભય જોવા મળ્યો હતો.

આગ લાગતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા

ધાનેરા શહેરમાં હાઈવે વિસ્તાર પર આવેલા ભંગાણના ગોડાઉનમાં આગ લાગતા ચારે બાજુ આગના ધૂમાડા ઉડતા નજરે પડ્યા હતા. આ આગને જોવા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ આગના કારણે ધાનેરા શહેરમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો. ત્યારે આ આગ વધુ ફેલાય નહીં તે માટે સ્થાનિક લોકો દ્વારા આ આગની ઘટનાની જાણ તાત્કાલિક ધોરણે ધાનેરા નગરપાલિકાને કરવામાં આવતા ધાનેરા નગરપાલિકાના ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. પરંતુ આગનું સ્વરૂપ એટલું વિશાળ હતું કે, તેના પર કાબૂ મેળવવામાં ફાયર ફાઇટરની ટીમને ભારે જહેમત કરવી પડી હતી. જોતજોતામાં આગનું સ્વરૂપ વિકરાળ થતા ધાનેરા શહેરમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો. જે બાદ અન્ય ફાયર ફાઈટરની મદદથી મોડી રાત સુધી આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. જેમાં ફાયર ફાઈટરના સ્ટાફ દ્વારા ભારે જહેમતથી આ આગને કાબૂમાં લેવામાં આવી હતી.

ધાનેરામાં ભંગાણના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, લાખો રૂપિયાનું નુકશાન

ધાનેરા મામલતદાર અને નગરપાલિકાએ તપાસ હાથ ધરી

ધાનેરા શહેરમાં મોડી રાત સુધી ફાયર ફાઈટરની મદદથી આ આગને કાબૂમાં લેવામાં આવી હતી. પરંતુ આગના વિકરાળ સ્વરૂપમાં ગોડાઉનમાં પડેલી તમામ વસ્તુઓ મળી જતા ભંગારના ગોડાઉન માલિકને લાખો રૂપિયાના નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. પરંતુ સદનસીબે આ આગની ઘટનામાં આજુબાજુના વિસ્તારમાં કોઇ જ પ્રકારની જાનહાનિ થઈ ન હતી. આ બાબતે હાલ કયા કારણથી આગ લાગી હતી. તે દિશામાં હાલ ધાનેરા મામલતદાર અને નગરપાલિકાએ તપાસ હાથ ધરી છે.

ડીસામાં પણ ઇલેક્ટ્રિકની દુકાનમાં આગ લાગી

જ્યારે બીજી બાજુ ડીસા શહેરમાં જુની શાકમાર્કેટમાં પણ એક ઇલેક્ટ્રિકની દુકાનમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો. જેમાં ડીસા શહેરની ક્રિષ્ના રેડીયો નામની દુકાનમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું બહાર આવ્યું હતું. જોકે, સદનસીબે કોઇ જાનહાની થઇ ન હતી. પરંતુ દુકાનમાં પટેલ ઇલેક્ટ્રીકની તમામ ચીજવસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી. જેમાં અંદાજિત દુકાન માલિકને બે લાખથી વધુનું નુકસાન થયું હોવાનું બહાર આવ્યું છે. જોકે, આગ લાગવાની ઘટનાની જાણ થતાની સાથે જ ડીસા નગરપાલિકાની ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જેથી મોટી જાનહાનિ થતા ટળી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.