- બનાસકાંઠા જિલ્લામાં અનેક લોકો કોરોનામાં સપડાયા
- કોરોના વેક્સિનને લઈ આરોગ્ય વિભાગ દ્વારા મોકડ્રિલ યોજાઈ
- બનાસકાંઠા જિલ્લામાં ચાર તાલુકામાં યોજાઇ ડ્રાયરન
- બનાસકાંઠા જિલ્લાના 1300 કેન્દ્ર પરથી વેક્સિન અપાશે
પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં ત્રણ હજારથી પણ વધુ કોરોના વાઈરસના પોઝિટિવ કેસ સામે આવ્યા હતાં. આરોગ્ય વિભાગની મહેનત બાદ જિલ્લામાં કોરોના વાઈરસના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલમાં બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઈરસના ટેસ્ટિંગ કરતા માત્ર ચારથી પાંચ જેટલા કેસો છે સામે આવી રહ્યા છે. એવામાં કરોના રસીનો પ્રથમ ડોઝ આપવા માટે જિલ્લામાં ડ્રાઈ રન યોજવામાં આવી હતી.
કોરોના વેક્સિનને લઈ આરોગ્ય વિભાગ દ્વારા મોકડ્રિલ યોજાઈ
બનાસકાંઠા જિલ્લામાં પાંચ લાખથી વધુ લોકોને કોરોના વિરોધી રસીનો પ્રથમ ડોઝ આપવા આરોગ્ય વિભાગ એક્શનમાં આવી ગઈ છે. કોરોના વેક્સિનના ટ્રાયલ રનનો જોરશોરથી પ્રારંભ થઈ ગયો છે. જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મનીષ ફેન્સીએ જણાવ્યું હતું કે, સરકારની સુચના મુજબ આરોગ્ય તંત્રની ટીમે બનાસકાંઠા જિલ્લાના દરેક ગામડે ઘરે ઘરે ફરી કોરોના રસીના પ્રથમ ડોઝ માટે પચાસ વર્ષથી મોટી ઉંમરના લોકો તેમજ અન્ય ગંભીર બીમારીઓ ધરાવતા લોકોની પ્રાથમિક યાદી તૈયાર કરી દીધી છે. આ સર્વેમાં પચાસ વર્ષથી મોટી ઉંમરના 4.98 લાખ લોકો સાથે અન્ય ગંભીર બીમારીઓ ધરાવતા પચાસ વર્ષથી નીચેના 7441 લોકોની અલગ યાદી બનાવવામાં આવી છે. સર્વેમાં કોરોનાની રસીના પ્રથમ ડોઝ માટે જિલ્લામાં કુલ 5.6 લાખ લોકોના નામ છે જેમને કોરોનાની રસી આપવામાં પ્રાથમિકતા અપાશે.
બનાસકાંઠા જિલ્લામાં ચાર તાલુકામાં યોજાઇ ડ્રાયરન
રસીના જથ્થા સાથે સરકારની લીલીઝંડી મળે એથી જ જિલ્લા આરોગ્યતંત્ર રસીકરણની કામગીરી હાથ ધરવા સંપૂર્ણપણે સજ્જ હોવાનો દાવો કર્યો છે. જે અંતર્ગત આરોગ્ય વિભાગે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં વાયરસ શું કરે છે તે અંગે તાલીમ આપવામાં આવી હતી. જે બાદ પાલનપુર દાંતીવાડા વડગામ અને દાતા ખાતે આરોગ્ય વિભાગ દ્વારા ડ્રાય રન ચાલુ કરી આંગણવાડીની 25 બહેનોને કોરોના વેક્સિન આપવાની કામગીરી હાથ ધરી હતી.
જિલ્લામાં 1300 કેન્દ્ર પરથી વેક્સિન અપાશે
બનાસકાંઠા જિલ્લામાં વેક્સિન આવ્યા બાદ આરોગ્ય વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાના 1300 કેન્દ્ર પરથી લાભાર્થીઓને વેક્સિન આપવામાં આવશે. જ્યારે 900 જેટલા વેકસીનેટર પણ તૈયાર કરવામાં આવ્યા છે. વેક્સિન રાખવા માટે બનાસકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સરકારમાંથી બનાસકાંઠા જિલ્લામાં 6 ફ્રીજની વ્યવસ્થા અને એક ડીપ ફ્રિજ તેમજ કેન્દ્ર પર લઈ જવા માટે બે ગાડીની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે.
બનાસકાંઠામાં કોરોના વેક્સિનને લઈ આરોગ્ય વિભાગ દ્વારા ડ્રાય રન યોજાઈ - dry run For Corona vaccine
બનાસકાંઠા જિલ્લામાં પાંચ લાખથી વધુ લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવા આરોગ્ય તંત્ર એકશનમાં આવી ગઈ છે. બુધવારે જિલ્લાના ચાર તાલુકામાં કોરોના રસી માટે ડ્રાયરન શરૂ કરી કોરોના વેક્સિન માટેની પૂર્વ તૈયારીઓ આરોગ્ય વિભાગે કરી હતી.
xz
- બનાસકાંઠા જિલ્લામાં અનેક લોકો કોરોનામાં સપડાયા
- કોરોના વેક્સિનને લઈ આરોગ્ય વિભાગ દ્વારા મોકડ્રિલ યોજાઈ
- બનાસકાંઠા જિલ્લામાં ચાર તાલુકામાં યોજાઇ ડ્રાયરન
- બનાસકાંઠા જિલ્લાના 1300 કેન્દ્ર પરથી વેક્સિન અપાશે
પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં ત્રણ હજારથી પણ વધુ કોરોના વાઈરસના પોઝિટિવ કેસ સામે આવ્યા હતાં. આરોગ્ય વિભાગની મહેનત બાદ જિલ્લામાં કોરોના વાઈરસના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલમાં બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઈરસના ટેસ્ટિંગ કરતા માત્ર ચારથી પાંચ જેટલા કેસો છે સામે આવી રહ્યા છે. એવામાં કરોના રસીનો પ્રથમ ડોઝ આપવા માટે જિલ્લામાં ડ્રાઈ રન યોજવામાં આવી હતી.
કોરોના વેક્સિનને લઈ આરોગ્ય વિભાગ દ્વારા મોકડ્રિલ યોજાઈ
બનાસકાંઠા જિલ્લામાં પાંચ લાખથી વધુ લોકોને કોરોના વિરોધી રસીનો પ્રથમ ડોઝ આપવા આરોગ્ય વિભાગ એક્શનમાં આવી ગઈ છે. કોરોના વેક્સિનના ટ્રાયલ રનનો જોરશોરથી પ્રારંભ થઈ ગયો છે. જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મનીષ ફેન્સીએ જણાવ્યું હતું કે, સરકારની સુચના મુજબ આરોગ્ય તંત્રની ટીમે બનાસકાંઠા જિલ્લાના દરેક ગામડે ઘરે ઘરે ફરી કોરોના રસીના પ્રથમ ડોઝ માટે પચાસ વર્ષથી મોટી ઉંમરના લોકો તેમજ અન્ય ગંભીર બીમારીઓ ધરાવતા લોકોની પ્રાથમિક યાદી તૈયાર કરી દીધી છે. આ સર્વેમાં પચાસ વર્ષથી મોટી ઉંમરના 4.98 લાખ લોકો સાથે અન્ય ગંભીર બીમારીઓ ધરાવતા પચાસ વર્ષથી નીચેના 7441 લોકોની અલગ યાદી બનાવવામાં આવી છે. સર્વેમાં કોરોનાની રસીના પ્રથમ ડોઝ માટે જિલ્લામાં કુલ 5.6 લાખ લોકોના નામ છે જેમને કોરોનાની રસી આપવામાં પ્રાથમિકતા અપાશે.
બનાસકાંઠા જિલ્લામાં ચાર તાલુકામાં યોજાઇ ડ્રાયરન
રસીના જથ્થા સાથે સરકારની લીલીઝંડી મળે એથી જ જિલ્લા આરોગ્યતંત્ર રસીકરણની કામગીરી હાથ ધરવા સંપૂર્ણપણે સજ્જ હોવાનો દાવો કર્યો છે. જે અંતર્ગત આરોગ્ય વિભાગે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં વાયરસ શું કરે છે તે અંગે તાલીમ આપવામાં આવી હતી. જે બાદ પાલનપુર દાંતીવાડા વડગામ અને દાતા ખાતે આરોગ્ય વિભાગ દ્વારા ડ્રાય રન ચાલુ કરી આંગણવાડીની 25 બહેનોને કોરોના વેક્સિન આપવાની કામગીરી હાથ ધરી હતી.
જિલ્લામાં 1300 કેન્દ્ર પરથી વેક્સિન અપાશે
બનાસકાંઠા જિલ્લામાં વેક્સિન આવ્યા બાદ આરોગ્ય વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાના 1300 કેન્દ્ર પરથી લાભાર્થીઓને વેક્સિન આપવામાં આવશે. જ્યારે 900 જેટલા વેકસીનેટર પણ તૈયાર કરવામાં આવ્યા છે. વેક્સિન રાખવા માટે બનાસકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સરકારમાંથી બનાસકાંઠા જિલ્લામાં 6 ફ્રીજની વ્યવસ્થા અને એક ડીપ ફ્રિજ તેમજ કેન્દ્ર પર લઈ જવા માટે બે ગાડીની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે.
Last Updated : Jan 7, 2021, 8:03 AM IST