બનાસકાંઠાઃ જિલ્લાના ધાનેરા તાલુકાના રામપુરા છોટા ગામનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો. જેમાં ગામનો એક માથાભારે શખ્સ આખલાને પોતાના ટ્રેક્ટર પાછળ બાંધી અને આખા ગામમાં ઘસેડયો હતો. એટલુંજ નહીં પણ જ્યાં સુધી આ આખલાનું મોત ન થયું ત્યાં સુધી પર શારિરીક ઘા કર્યા હતા.
આ અમાનવીય કૃત્યના ફોટા સોશ્યલ મીડિયા પર વાયરલ થતા અને ગ્રામજનોએ ફરિયાદ કરતા ધાનેરા પોલિસે ગામમાં પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં આ આખલો ખેતરમાં પડેલુ અનાજ ખાઇ ગયો હતો. જેથી ગુસ્સે ભરાયેલા ટ્રેક્ટરચાલકે આખલાની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતુ,
જો કે, હાલ આ સમગ્ર મામલે ધાનેરા પોલીસે ઘટના સ્થળે પહોંચી ઘટના સ્થળે પહોંચી પંચનામું કર્યું હતું. ધાનેરા તાલુકાના ગામે આ સમગ્ર ઘટના બાદ પશુપ્રેમીઓમાં ભારે રોષની લાગણી ઉભી થઇ છે. ગામના જ વ્યક્તિએ આખલાને ટ્રેક્ટર પાછળ બાંધી ઘસેડી લોહીલુહાણ હાલતમાં આખલાના મોત બાદ તેને દાટી દીધો હોવાથી પોલીસે પણ લોડર દ્વારા તેને જમીનની બહાર કાઢી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.