ETV Bharat / state

થરાદના ખેડૂતની ગાડીમાંથી 2.38 લાખ રૂપિયા ભરેલી થેલી ચોરાઈ - tharad robbery

બનાસકાંઠાના સરહદી થરાદ શહેરમાં દિનદહાડે ગાડીમાં રૂપિયા ભરેલી થેલીની ઉઠાંતરી થઈ હતી. અજાણ્યા શખ્સો 2.38 લાખ રૂપિયા ભરેલી થેલીની ચોરી કરી હતી. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી જે મામલે ખેડૂતે થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

બનાસકાંઠા
બનાસકાંઠા
author img

By

Published : Mar 9, 2021, 8:15 AM IST

  • સમગ્ર ઘટના CCTV કેમેરામાં થઈ કેદ
  • અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ
  • રૂપિયા ભરેલી થેલી ગાડીમાં મૂકી ખેડૂત દાઢી કરાવવા ગયો હતો

બનાસકાંઠા: સરહદી વિસ્તારમાં અવારનવાર ચોરી થવાના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે બજારમાં ગાડીમાંથી રોકડ રકમ ભરેલા થેલાની ઉઠાંતરી થઈ હોવાની ઘટના સામે આવી છે. જેમાં વાવ તાલુકાના હરિ ભાઈ ઉદાભાઈ ચૌહાણ નામના ખેડૂત બેન્કમાંથી લોન લઈને ઘર તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન તે લોનની 2.38 લાખ રૂપિયાની થેલી ગાડીમાં મૂકી દાઢી કરાવવા માટે ગયા હતા જ્યારે દાઢી કરાવીને પરત આવ્યા ત્યારે કોઈ અજાણ્યા શખ્સ ગાડીમાંથી રોકડ રકમ ભરેલી થેલીની ઉઠાંતરી કરી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર ઘટના CCTV કેમેરામાં થઈ કેદ
સમગ્ર ઘટના CCTV કેમેરામાં થઈ કેદ
થેલીની ઉઠાંતરી કરી જતો શખ્સ CCTV કેમેરામાં કેદ

હરિભાઈ ચૌહાણ નામના ખેડૂતે 2.378 લાખ રોકડ ભરેલી થેલી ગાડીમાં મૂકીને દાઢી કરાવવા ગયા હતા. જ્યારે દાઢી કરાવીને ગાડી પાસે આવીને જોયું તો રૂપિયા ભરેલી થેલીની ચોરી થઇ ગઇ હતી. જો કે આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

સમગ્ર ઘટના CCTV કેમેરામાં થઈ કેદ
સમગ્ર ઘટના CCTV કેમેરામાં થઈ કેદ

આ પણ વાંચો: રાજકોટ નજીક મંદિરની દાનપેટી ચોરી કરી ચોર ફરાર, ઘટના CCTV ફૂટેજ સામે આવ્યા

2.38 લાખ રૂપિયાની ચોરી કરી જતા અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ

ખેડૂતને થેલીની ઉઠાંતરી થયાની ખબર પડતાં જ તેેમણે થરાદ પોલીસને જાણ કરી હતી. તેમની ગાડીમાંથી થેલીની ઉઠાંતરી કરી જતો શખ્સ CCTV કેમેરામાં કેદ થઈ ગયો હતો, જેથી પોલીસે 2.38 લાખ રૂપિયાની ચોરી કરી જતા અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: માંગરોળમાં સોની પાસેથી ચીલઝડપનો વીડિયો આવ્યો સામે, ફરિયાદ નોંધાવાઈ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.