બનાસકાંઠાઃ જિલ્લાના સુથાર નેખડીમાં પસાર થઇ રહેલી કેનાલમાં ગુરુવારે ગાબડું પડ્યું છે. જેથી લોકો આક્ષેપો કરી રહ્યા છે કે, સરકાર દ્રારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ જંગલ સફાઇ-કટિંગ કરવા માટે ફાળવવામાં આવતી હોવા છતાં, અધિકારી અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે યોગ્ય કામગીરી કરવામાં આવતી નથી. જેના કારણે અવાર-નવાર કેનાલમાં ગાબડાં પડે છે.
જિલ્લામાં છાસવારે કેનાલોમાં પડતાં ગાબડાંને લઇ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ અધિકારીઓ આ અંગે કોઈ પ્રકારનો જવાબ આપતા નથી. જેથી જિલ્લાના ખેડૂતો પણ કંટાળ્યા છે.
ગુરુવારે સુથાર નેસડીની માઇનોર કેનાલમાં 20 ફૂટનું ગાબડું પડતાં મોટી પ્રમાણમાં પાણીનો બગાડ થયો હતો. અવાર-નવાર કેનાલોમાં પડતા ગાબડાંના કારણે જગતના તાતની મુશ્કેલીમાં વધારો થયો છે.
ઉલ્લેખનીય છે કે, 2 દિવસ અગાઉ સુઇગામ પાસે દુધવા માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું હતું.