બનાસકાંઠા : મુખ્યપ્રધાનની અપીલના પગલે સેલ્ફી વિથ માસ્ક બાદ આજે આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાની વાતને પણ પ્રચંડ જનસમર્થન મળી રહ્યું છે. હું પણ કોરોના વોરિયર અભિયાન અંતર્ગત લોકોને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા બનાસકાંઠા જિલ્લા કલેકટર સંદીપ સાગલેએ અપીલ કરી છે. કલેકટરે બનાસ વાસીઓને અપીલ કરતાં જણાવ્યું કે, હું પણ કોરોના વોરિયર અભિયાનનો મુખ્યપ્રધાને પ્રારંભ કરાવ્યો છે. ત્યારે આજે આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાના દિવસે સૌ બનાસ વાસીઓને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા અપીલ કરું છું. તેમણે કહ્યું કે, બનાસકાંઠા જિલ્લાના લોકોએ પોતાના આરોગ્યની જાળવણી માટે જાગૃત થઇ અત્યાર સુધી 2,42,043 લોકોએ એમના મોબાઇલમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી પોતાની જાતને સુરક્ષિત બનાવી છે. આ એપને ડાઉનલોડ કરવા લોકોને અપીલ કરતાં તેમણે કહ્યું કે, આરોગ્ય સેતુ એપ આરોગ્ય વિષયક માહિતી મેળવવા અને સમાજહિત- દેશહિત માટે ખુબ જ ઉપયોગી છે.
વધુમાં કલેકટરએ સ્વામી વિવેકાનંદ યુવા મંડળની કામગીરીને બિરદાવતાં જણાવ્યું કે, લોકોમાં અવેરનેસ લાવવા આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરાવવાની કામગીરી સ્વામી વિવેકાનંદ મંડળ ખુબ સરસ રીતે કરી રહ્યું છે. આ અભિયાનમાં મોટી સંખ્યામાં જોડાવા જિલ્લાવાસીઓને કલેકટરએ અપીલ કરી છે. આ પ્રસંગે સ્વામી વિવેકાનંદ યુવા મંડળના જિલ્લા સંયોજક ગૌરાંગભાઇ પાધ્યા, નિવાસી અધિક કલેકટર એલ.બી.બાંભણીયા ઉપસ્થિત રહ્યા હતાં.