બનાસકાંઠા: જિલ્લામાં 2015 અને 17 માં ઉપરવાસમાં ભારે વરસાદ થયો હતો. જેના કારણે બનાસકાંઠા જિલ્લામાં પૂર આવ્યું હતું. જેના કારણે બનાસ નદી બે કાંઠે વહેતી થઈ હતી આ નદીમાં કેટલાક લોકો નદી જોવા માટે ગયા ત્યારે તણાયા હતા. તો કેટલાક લોકો અજાણતા નદીમાં તણાયા હતા. તો કેટલાક લોકો નદીમાં નાહવા ગયા હતા ત્યારે તણાયા હતા. 2015 /17 માં પૂરમાં બનાસકાંઠા જિલ્લામાં કેટલાય લોકો પાણીમાં તણાઈ ગયા હતા. તો કેટલાક લોકોના મૃતદેહ આજે પણ મળ્યા નથી.
17 સભ્યોને ભરખી ગયું: બનાસકાંઠા જિલ્લામાં 2017માં ભારે પુર આવ્યું હતું જેના કારણે બનાસકાંઠા જિલ્લામાં તબાહીના દ્રશ્યો સર્જાયા હતા જેમાં ખાસ કરીને વેચાણ વાળા વિસ્તારોમાં લોકોને ખૂબ મુશ્કેલી પડી હતી ત્યારે વાત જો કાંકરેજ તાલુકાના ખારીયા ગામની કરીએ તો ખારીયા ગામમાંથી બનાસ નદી પસાર થઈ રહી છે તો આ બનાસ નદીનું પાણી એટલું બધું આવ્યું હતું કે બનાસ નદીનું પાણી બાજુમાં આવેલા ખેતરોમાં ઘૂસી ગયું હતું જેના કારણે ખેતરોમે વસતા પરિવારોના ઘરોમાં પાણી ઘૂસી ગયું હતું.
ઘર પર ચડી ગયા: etvભારત સાથેની વાતચીતમાં ખારીયા ગામના આ પરિવારે જણાવ્યું હતું કે, " અમે રાતના આઠ વાગ્યાની આસપાસ જમીને બેઠા હતા. તે દરમિયાન અચાનક એકાએક પાણી આવ્યું હતું. તેથી અમને એવું હતું કે અમારા બીજા ઘર ઊંચા વિસ્તારના છે. ત્યાં જતા રહીએ ત્યાંથી ત્યાં પાણી નહીં આવે અને આપણો જીવ બચી જશે. પરંતુ એમના નસીબમાં મોત લખેલું હતું તેથી અમે બધા ઊંચાણવાળા વિસ્તારમાં ઘરો છે. ત્યાં જતા રહ્યા પરંતુ ત્યાં પણ પાણી ભરાઈ ગયું હતું .એટલે અમે બધા અમારો જીવ બચાવવા માટે અમારા મા બાપ ભાઈ બહેન નાના બાળકો સહિત બધા લોકો અમે ઘર પર ચડી ગયા હતા".
મકાન પાણીમાં ડૂબી ગયું: પરિવાર રાત્રે 8 વાગ્યાની આજુબાજુ જમીને બેઠો હતો તે દરમિયાન એમના વિસ્તારમાં એકાએક નદીના પ્રવાહનું પાણી ધસી આવ્યું હતું. જેના કારણે પરિવારે પોતાનો જીવ બચાવવા માટે એક જગ્યાએ ભેગા થયા હતા અને ત્યાંથી તેઓ તેમના એક ઘરમાં જતા રહ્યા હતા. પરંતુ ઘર પાણીથી ભરાઈ જતા પરિવાર પતરા તોડીને ઘરની ઉપર ચડી ગયો હતો. જેમાં નાના નાના બાળકો હતા કેટલીક સ્ત્રીઓ હતી. તો કેટલાક ઘરડા માવતર હતા. એ સમયે પાણીનો આવરો વધી જતા મકાન પાણીમાં ડૂબી ગયું અને છેલ્લે આ મકાન ધારાશાહી થયું જેના કારણે આ પરિવાર પાણીમાં તણાઈ ગયો હતો.
27 માથી 17 પાણીમાં તણાઈ જતા મોત:પરિવાર પોતાનો જીવ બચાવવા માટે મકાન પર ચડ્યા હતા ત્યારબાદ મકાનમાં પાણી ઘસી આવ્યું હતું. ત્યારબાદ એકાએક મકાન પાણીમાં ઘરકાવ થઈ ગયું હતું. ત્યારે પોતાનો જીવ બચાવવા માટે એમાંથી કેટલાક સભ્યો ઝાડ પકડી લીધું હતું. તો કેટલાક સભ્યો લાઈટ ના થાંભલા પર ચડી ગયા હતા જીવ બચાવવા માટે કુલ 27 જેટલા સભ્યો ઘર ઉપર ચડી ગયા હતા. ત્યારબાદ ઘરાસા એ થયું જેમાંથી 10 જેટલા સભ્યો બચ્યા હતા અને 17 સભ્યો પાણીમાં તળાઈ ગયા હતા.
મૃતદેહ મળ્યા: અચાનક રાત્રે 8:00 વાગે પુર આવ્યું હતું. ત્યારે આ પરિવારમાંથી 17 સભ્યો પાણીમાં તણાઈ ગયા હતા ત્યારબાદ પાણી અને પરિવાર એકબીજા સભ્યોને ગોતવા લાગ્યા અને છેવટે ગોતતા ગોતતા ગામના લોકો અને તંત્ર દ્વારા બે દિવસની જેમત બાદ 17 સભ્યોના મૃતદે બહાર કાઢવામાં આવ્યા હતા. તેમને વાલી વારસાને સોંપવામાં આવ્યા હતા. નાના બાળકોના મૃતદેહ આજ દિવસ સુધી મળ્યા નથી.પૂર એટલું વિનાશક હતું કે પોતાનો જીવ બચાવવા માટે પરિવારે ફાફા માર્યા કોઈ ધાબા પર ચડ્યું તો કોઈ કાચા મકાન પર તો કોઈ લાઈટ ના થાંભલે ચડ્યું તો કોઈ ઝાડ પર ચડી ગયું એવા સમયમાં અચાનક ભારે પૂરના કારણે નાના નાના બાળકો તણાઈ ગયા હતા. ત્યારે પરિવારનું કહેવું છે કે તેમની દોઢથી બે વર્ષની બાળકી આ પાણીમાં તણાઈ ગઈ હતી પરંતુ આ બાળકી એ દિવસ અને આજની ઘડી હજુ સુધી મળી નથી.
સુરક્ષિત જગ્યાએ રહેવું: આ વખતે નદી ચાલુ છે તો પરિવાર આજે પણ ડરી રહ્યો છે...ખારીયા ગામમાંથી બનાસ નદી પસાર થાય છે. આ વર્ષે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે બનાસકાંઠા જિલ્લાના જીવા દોરી સમાન ગણાતી બનાસ નદીમાં હાલ પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી ખારીયા ગામના આ પરિવાર આજે પણ પાણી જોઈને ડરી રહ્યો છે. તેમને આજે પણ ડર છે કે 17 સભ્યોને જે આ પાણી ભરખી ગયું તે દિવસો ફરી ન આવે. પરિવાર આજે પણ બીજા લોકોને કહી રહ્યો છે કે પાણીમાં ન જાવું જોઈએ અમે અમારા પરિવારના 17 17 સભ્યો ગુમાવ્યા છે. તો આજે પણ અમને એ રાત યાદ આવે છે તો આંખમાંથી આ શું આવી જાય છે. માટે જો કોઈ નીચાણવાળા વિસ્તારમાં રહેતા હોય નદીની આજુબાજુ રહેતા હોય તો તેમને ઊંચાણવાળા વિસ્તારમાં જતું રહેવું જોઈએ. પોતાના બાળકો મા બાપનું એમને ધ્યાન રાખવું જોઈએ અને સુરક્ષિત જગ્યાએ રહેવું જોઈએ.