- મેઘરજના બેડઝ પાટિયા પાસે મોપેડ સ્લીપ થતા સર્જાયો અકસ્માત
- મોપેડ સ્લીપ થતા ચાલક યુવકનનું ઘટના સ્થળે મોત
- મેઘરજ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી હાથધરી તપાસ
અરવલ્લી: જિલ્લાના મોડાસાના રહેવાસી મહેશભાઈ બુધવારે સવારે મેઘરજ તરફ કામ અર્થે પોતાના મોપેડ પર જઇ રહ્યા હતા. આ દરમિયાન મેઘરજના બેડઝ પાટિયા પાસે એકાએક મોપેડ સ્લીપ થતા તેઓ માર્ગ પર પટકાયા હતા. તેમના માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેમને સારવાર મળે તે પહેલા ઘટના સ્થળે તેમનું મોત થયું હતું.
ઘટનાની જાણ થતા પરિવારજનો ઘટના સ્થળે પહોચ્યા હતા અને વાતાવરણ ગમગીની બન્યું હતું. આ અંગે મેઘરજ પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલ્યો હતો. મેઘરજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી હતી.
અકસ્માતના બીજા સમાચારો
- લખતર હાઈવે પર કાર અકસ્માત, 4 વ્યક્તિઓનાં ઘટનાસ્થળે જ મોત
- પારડી નજીક હાઈવે પર સિલિન્ડર ભરેલા ટેમ્પાએ પલટી મારી, ડ્રાઇવરનો આબાદ બચાવ
- સુરત: દસ્તાન ફાટક પાસે બે બસ વચ્ચે અકસ્માત, 20થી વધુ પ્રવાસીઓને ઇજા
- વડોદરા: વાઘોડિયા ચોકડી પર ગમખ્વાર અકસ્માત સર્જાયો, 12 લોકોના મોત થતા અરેરાટી
- વડોદરા: ભીમપુરા કેનાલ પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત, 1નું મોત, 2 ઈજાગ્રસ્ત
- હિમાચલ પ્રદેશના મંડીમાં ગંભીર અકસ્માત સર્જાયો, 7ના મોત, વડાપ્રધાન મોદીએ દુખ વ્યક્ત કર્યું
- કપરાડા તાલુકાના પાનસ ગામે વેન અને બાઇક વચ્ચે અકસ્માત, એક મહિલાનું મોત