અરવલ્લીઃ જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસમાં ઉછાળો આવતા જિલ્લાના મોડાસા માર્કેટ યાર્ડ ખાતે ઘઉંની હરરાજી તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવી છે.
આ અંગે મોડાસા માર્કેટ યાર્ડના ચેરમેન શામળભાઇ પટેલે જણાવ્યુ હતું કે, જિલ્લામાં બુધવારની સાંજે એકાએક 25 કોરોના પોઝીટીવ દર્દીઓ અને મોડાસામાં પાંચ દર્દીઓ નોંધાતા હવે તકેદારીના ભાગરૂપે માર્કેટયાર્ડમાં ઘઉંની હરરાજી પર લોકડાઉન 3.0ના સમય સુધી રોક લગાવવામાં આવી છે.
અત્રે નોંધનીય છે કે, મોડાસા માર્કેટ યાર્ડ સંકુલમાં કરીયાણાની દુકાનો પણ આવેલી છે. જ્યાં મોટી સંખ્યામાં ગ્રાહકો આવે છે, જે અંગે હજુ કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી.