ETV Bharat / state

અરવલ્લીમાં ગાંધી સ્મારક ખાતે ગાંધી નિર્વાણ દિને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો - Mini Rajghat

મિનિ રાજઘાટ તરીકે ઓળખાતા અરવલ્લી જિલ્લાના મહાદેવ ગ્રામ બાકરોલ ખાતે આવેલા મહાત્મા ગાંધી સ્મારક ખાતે શ્રધ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. ગાંધીજીના નિર્વાણ દિને બાકરોલ ગામ ખાતે ભજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોડાસા તાલુકા સહિત આસપાસના વિસ્તારના લોકો જોડાયા હતા અને ગાંધીજીને તેમના નિર્વાણ દિને શ્રદ્ધાંજલિ આપી હતી.

Gandhi Memorial
ગાંધી નિર્વાણ દિન
author img

By

Published : Jan 30, 2020, 9:40 PM IST

અરવલ્લી: અરવલ્લી જિલ્લાના મહાદેવ ગ્રામ બાકરોલ ખાતે આવેલા મહાત્મા ગાંધી સ્મારક ખાતે શ્રધ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ મહેન્દ્ર સિંહ ચૌહાણ, સામાજિક કાર્યકર્તા નિલેષ જોશી, હિમાંશુ વ્યાસ સહિત વિવિધ સંસ્થાઓના સદસ્યો જોડાયા હતા. સ્કૂલના વિદ્યાર્થીઓએ પણ ગાંધીજીને તેમના નિર્વાણ દિને શ્રદ્ધાંજલિ અર્પણ કરી સત્ય અને અહિંસાના માર્ગ પર ચાલવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

ગાંધી નિર્વાણ દિને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

ગાંધીના અવસાન બાદ ગૌરી શંકર જોષી દ્વારા બાપૂના અસ્થિઓને દિલ્હીથી અમદાવાદ અને અમદાવાદથી મહાદેવ ગ્રામ ખાતે લાવવામાં આવ્યા હતા. અહીં ઝૂમણ અને મેશ્વો નદીના સંગમ પર ગાંધીજીના અસ્થિનું વિસર્જન કરવામાં આવ્યું હતું અને ગાંધીજીની યાદમાં નાની ડેરી બનાવવામાં આવી હતી. જેથી આ વિસ્તાર મિનિ રાજઘાટ તરીકે ઓળખાય છે.

Intro:મીની રાજઘાટ પર ગાંધી નિર્વાણ દિન યોજયો

મોડાસા- અરવલ્લી

મીની રાજઘાટ તરીકે ઓળખાતા અરવલ્લી જિલ્લાના મહાદેવ ગ્રામ બાકરોલ ખાતે આવેલા પૂજ્ય મહાત્મા ગાંધીજીના સ્મારક ખાતે શ્રધ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. પૂજ્ય બાપૂના નિર્વાણ દિન નિમિત્તે બાકરોલ ગામ ખાતે ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોડાસા તાલુકા સહિત આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં મહાદેવ ગ્રામ ખાતે પહોંચ્યા હતા.

Body:પૂર્વ સાંસદ મહેન્દ્ર સિંહ ચૌહાણ સહિત ગ્રામિણો અને સામાજિક કાર્યકર્તા નીલેષ જોશી, હિમાંશુ વ્યાસ સહિત વિવિધ સંસ્થાઓના સભ્યો અહીં વહેલી સવારે પહોંચી બાપૂને નમન કર્યા હતા.ખાસ કરીને શાળાના બાળકો અહીં પહોંચી બાપૂને શ્રદ્ધાંસૂમન અર્પણ કરી સત્ય અને અહિંસાના માર્ગ પર ચાલવાની પણ ઇચ્છા વ્યક્ત કરી હતી.

Conclusion:મહાત્મા ગાંધીના નિધન બાદ ગૌરી શંકર જોષી દ્વારા બાપૂની અસ્તિઓને દિલ્હીથી અમદાવાદ અને અમદાવાદથી મહાદેવ ગ્રામ ખાતે ખાસ ઉંટની સવારી પર અહીં આવ્યા હતા, અહીં ઝૂમણ અને મેશ્વો નદીનો સંગમ હોવાથી બાપૂની અસ્થિઓનું અહીં વિસર્જન કરવામાં આવ્યું હતું,,, ત્યારબાદ અહીં બાપૂની યાદમાં નાની ડેરી બનાવવામાં આવી હતી,,, આજે આ વિસ્તાર મિનિ રાજઘાટ તરીકે ઓળખાય છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.