મોટર વ્હીકલ એક્ટ અધિનિમની જોગવાઈમાં સુધારો કરવામાં આવ્યો છે. ત્યારથી સ્થાનિકોમાં આ નિયમને લઈ એક પ્રકારનો ભય જોવા મળી રહ્યો છે. ટ્રાફિક પોલીસને પણ આ નિયમનો કડકાઈથી પાલન કરાવવા માટેનો આદેશ કરાયો છે. જેથી મોડાસા ટ્રાફિક પોલીસ વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે જાગ્રૃત કરી રહી છે.
મોડાસા શહેરના વિવિધ સ્થળોએ ટ્રાફિકવાન લઈને ટ્રાફિક પોલીસ માઈક દ્વારા અનાઉસમેન્ટ કરી લોકોને ટ્રાફિક નિયમનની જાણકરી આપે છે. તેમજ લોકોને નિયમનું પાલન કરવા માટે અપીલ કરી છે.