- ટીંટોઇ કલ્સટરના શિક્ષકો દ્વારા ગણિત શિખવતી ઢીંગલીનું સર્જન
- ગણિત શિખવતી ઢીંગલી દ્વારા ધો. 1થી 8ના મહત્તમ ટોપિક શીખવવામાં આવશે
- ગમ્મ્ત સાથે ગણિત શીખવવાની અનોખી ટ્રીક
અરવલ્લીઃ જિલ્લાના મોડાસા તાલુકાના ટીંટોઇ કલ્સટરના સી.આર.સી સંજયકુમાર અને પ્રાથમિક શાળા નં-3 ના ગણિતના શિક્ષિકા કિંજલ ચૌધરીના સંયુક્ત પ્રયાસથી શાળા પટાંગણમાં ગણિત શીખવતી પાંચ ફૂટ લાંબી શિખવતી ઢીંગલીનું સર્જન કરવામાં આવ્યું છે. જેથી બાળકો હરતા ફરતા ગણિતના અધ્યયન નિયમિત શીખી શકે છે. જેમાં ધોરણ 1થી 8ના મહત્તમ ટોપિક શીખી શકાશે.
શિક્ષિકા કિંજલ ચૌધરીએ નવતર પ્રયોગ કર્યો
વિદ્યાર્થીઓને અભ્યાસમાં રૂચી કેળવવા માટે શિક્ષકો અવનવા પ્રયોગો કરતા હોય છે. જેમાં બાળકોને ગમ્મત સાથે જ્ઞાન પીરસવા ટીંટોઇ કલ્સટરના સી.આર.સી. સંજયકુમાર અને પ્રાથમિક શાળા નં-3ના ગણિત ના શિક્ષિકા કિંજલ ચૌધરીએ નવતર પ્રયોગ કર્યો છે. શાળાના મેદાનમાં ટીચર લર્નિંગ મટિરીયલ અંતર્ગત એક પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. બાળકોને આર્કષવા માટે આ પ્રોજેક્ટને ઢીંગલીનો આકાર આપ્યો છે. જેથી બાળકો ઢીંગલી પાસે જઇ, જાતે જ ગણીતનું અધ્યયન કરી શકે. આવો જાણીએ શું છે આ ઢીંગલીની વિશેષતા...