અરવલ્લી : જિલ્લાના પશુ દવાખાનાઓમાં આઉટ સોર્સીંગથી ફરજ બજાવતા ૧૦૦થી વધુ કર્મચારીઓને છેલ્લા ૪ મહિનાથી છુટ્ટા કરી દેવામાં આવતા તમામ કર્મચારીઓના પરિવાર પર જાણે આભ તૂટી પડયું હોય તેવું લાગી રહ્યું છે. સફાઈ કામદારને આઉટ સોર્સીંગ એજન્સી મારફતે ફરજ પર પરત લેવામાં નહીં આવે તો હવે વાલ્મિકી સંગઠનના પ્રમુખે 25 ફેબ્રુઆરીથી અન્ન જળનો ત્યાગ કરીને ભૂખ હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે .
અરવલ્લીમાં સફાઈકર્મીઓની માગ ન સંતોષાતા આગામી સમયમાં ભૂખ હડતાળ કરવાની ચિમકી ઉચ્ચારી
જિલ્લાના 100થી વધુ કર્મચારીઓને છુટા કરી દેવાતા તમામ કર્મચારીઓ કલેક્ટર કચેરી ખાતે હડતાલ કરી હતી. જેના પગલે પોલીસે 10 કર્મીઓની અટક પણ કરી હતી. સફાઇ કર્મીઓની જો માગ સંતોષવામાં નહી આવે તો આગામી સમયમાં ભૂખ હડતાળ કરવાનું અલ્ટિમેટમ આપ્યું છે.
સફાઈકર્મીઓની માગ ન સંતોષાતા આગામી સમયમાં ભૂખ હડતાળ કરવાની ચિમકી ઉચ્ચારી