વહીવટી તંત્રની આળસના પગલે, વાત્રક નદીના એક બાજુ ધનસુરા તાલુકાના ખડોલ ગામ આવેલું છે. જ્યારે સામે પાર બાયડ તાલુકાનું રડોદરા ગામ આવેલું છે. આ ગામના લોકોને દરેક સરકારી, સામાજિક, શિક્ષણ તેમજ ઈલાજ અર્થે બાયડ અવાર-નવાર જવું પડે છે, બાયડ જવા માટે 22 કિલોમીટરનું અંતર કાપવું પડતું હતું. જો કે, હવે ગામ લોકોએ શ્રમદાન કરી વાત્રક નદી વચ્ચે ડીપ બનાવ્યો છે. તેથી હવે ફક્ત 5 કિલોમીટરમાં બાયડ પહોંચી શકાય છે.
વહીવટી તંત્ર અને નેતાઓ સામે વારંવાર રજૂઆત કરવા છતાં નદી પર પુલ બનાવવામાં આવ્યો નથી. રડોદરા અને ખડોલ વિસ્તારના લોકો 40 વર્ષથી વાત્રક નદીમાં પુલ બનેએ માટે માંગણી કરી રહ્યા છે, પરંતુ તંત્ર બહેરૂ બની આ ગરીબ પ્રજાનો અવાજ સંભળાતું નથી, ત્યારે આ બંને વિસ્તારના લોકોએ જાત મહેનતથી શસ્ત્રો ઉગામી કામચલાઉ ધોરણે પોતાની સમસ્યાનું સમાધાન કર્યું છે, ત્યારે ગામ લોકોની આ પહેલ જોઈ તંત્ર હરકતમાં આવે છે કે નહીં.