અરવલ્લી: આ વાઈરલ થયેલા વીડિયોમાં કોરોનાના શંકાસ્પદ દર્દી જણાવે છે કે, તેમને પીવાનુ ચોખ્ખું પાણી મળતું નથી. જે કર્મચારીઓ તેમની દેખરેખ માટે રાખવામાં આવ્યા છે તેમનું વર્તન પણ ઉદ્વત છે. દર્દી જણાવે છે કે, તેમને બાથરૂમનું પાણી પીવા મજબૂર કરવામાં આવી રહ્યા છે. તેમજ કોરેન્ટાઇન સેન્ટરમાં હાજર આરોગ્ય કર્મચારીઓ કોઇ પણ વાત ન સાંભળતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કોરેન્ટાઇન સેન્ટરમાં એંઠવાડ અને ગંદકીથી દર્દીઓ પરેશાન થઇ ગયા છે.
અરવલ્લીમાં કોરેન્ટાઈન સેન્ટરના હાલ 'બેહાલ' - The video went viral by recent patients at the quarantine center in Aravalli
કોરોના વાઈરસને ફેલાતો અટકાવવા અરવલ્લી જિલ્લામાં કોરોનાના શંકાસ્પદ લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જેમાં એક કોરેન્ટાઇન સેન્ટર મોડાસાના ભાગ્યલક્ષ્મી કોલેજમાં રાખવામાં આવ્યું છે. ત્યાં રહેલા કોરેન્ટાઇન દર્દીનો વીડિયો વાયરલ થયો છે. જેમાં કોરેન્ટાઇન કરવામાં આવેલા લોકોએ તેમની દયનીય પરિસ્થિતિ વિશે જણાવ્યું છે.
અરવલ્લી