પ્રાસંગિક ઉદ્ધાટનમાં કલેકટરએ જણાવ્યું હતું કે, હિંસાથી પ્રભાવિત મહિલાઓને ખાનગી અને જાહેર સ્થળોએ કુટુંબમાં, સમુદાયમાં અને કાર્યસ્થળ પર તેનો નિકાલ આવે છે. આ સંસ્થાથી મહિલાઓની શારીરિક, જાતીય, ભાવાત્મક, માનસિક અને આર્થિક દૂરપયોગનો સામનો કરતી મહિલાઓને ન્યાય મળશે. મહિલાઓને વિરુધ્ધના કોયપણ પ્રકારના હિંસા સામે લડવા માટે એકજ છત હેઠળ તબીબી કાનૂની માનસિક અને પરામર્શ સપોર્ટ સહિતની અનેક સેવાઓ તાત્કાલિક, કચેરી અને બિન કચેરીની સુવિધાઓ આપવામાં આવશે. આમાં મહિલાઓ જેટલી જાગૃતિ થશે એટલો એમને લાભ મળશે. તથા આ સંસ્થા ઉતરોતર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી અનીલ ધામણીયાએ સંસ્થાને શુભેચ્છા પાઠવતા સંસ્થા દ્વારા ચાલતી વિવિધ યોજના તથા સુવિધાઓને મહિલા લાભ લઇ અને અન્ય મહિલાઓને મદદરૂપ થવા જણાવ્યું હતું.