અરવલ્લીઃ મોડાસા તાલુકાના ખડોદા ગામમાં 55 વર્ષીય પુરૂષને કોરોના પોઝિટિવ આવતાં અરવલ્લી જિલ્લા આરોગ્ય અને વહિવટીતંત્ર દ્વારા આ વિસ્તારને કન્ટેનટમેનટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આસપાસના વિસ્તારમાં આવતા લોકો અવર-જવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જિલ્લામાં પોઝિટિવ દર્દીઓનો આંક 22 સુધી પહોંચ્યો છે.
સર્વે દરમિયાન દર્દીના નજીકના સંપર્કમાં આવનારા 33 લોકોને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં આગામી 28 દિવસ સુધી સળંગ હાથ ધરવામાં આવનારા સર્વે દરમિયાન શરદી, ખાંસી અને તાવ ધરાવતા લોકોને અલગથી તારવવામાં આવશે. આ ઉપરાંત આરોગ્ય ટીમ દ્વારા ઉક્ત વિસ્તારમાં જનજાગૃતિ અર્થે IEC પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.