ETV Bharat / state

ગર્ભવતી મહિલાઓને કોરોનામાં પણ કરુણાનો પાઠ આપે છે ગાયત્રી પરિવાર

લોકડાઉનના સમય દરમિયાન લોકો પોતાના ઘરમાં સમય ગાળવા મજબૂર છે, ત્યારે ગાયત્રી પરિવારના સ્વયં સેવકો ટેકનોલોજીના આ સમયમાં લોકો ઘરે રહી સંભવત: પોતાના કાર્યો કરવા પ્રયાસ કરી રહ્યા છે.

etv bharat
etv bharat
author img

By

Published : Apr 21, 2020, 4:10 PM IST

અરવલ્લીઃ વકરી રહેલા કોરોના જોખમમાં પણ માનવમાત્ર માટે સતત કાર્યરત મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રના દરવાજા સૌના સામુહિક સ્વાસ્થ્ય જાળવવા સોસીયલ ડિસ્ટન્સીન્ગ માટે તા.21 માર્ચથી બંધ કરવામાં આવ્યા હતા. લોકડાઉનના સમય દરમિયાન ભલે લોકો પોતાના ઘરમાં સમય ગાળવા વિવશ છે ત્યારે આ ગાયત્રી પરિવારના સ્વયં સેવકો ટેકનોલોજીના સમયમાં લોકો ઘેર રહી સંભવત: પોતાના કાર્યો કરવા પ્રયાસ કરી રહ્યા છે.

ગર્ભવતી મહિલાઓને કોરોનામાં પણ કરુણાનો પાઠ આપે છે ગાયત્રી પરિવાર
ગર્ભવતી મહિલાઓને કોરોનામાં પણ કરુણાનો પાઠ આપે છે ગાયત્રી પરિવાર

માનવ માત્રના ઉજ્જવળ ભવિષ્ય માટે ગાયત્રી પરિવાર દ્વારા ચાલતા આવો ઘડીએ સંસ્કારવાન પેઢી આંદોલન અંતર્ગત ગર્ભમાં જ બાળકને નવ મહિના સુધી સંસ્કાર આપવા ગર્ભવતી બહેનો સાથે સંપર્કમાં રહેવું ખૂબજ જરૂરી છે. લોકડાઉનના સમય દરમિયાન સંપર્ક તૂટે નહિ તેથી ગર્ભવતી બહેનો સાથે ઓનલાઈન વીડિયો કોલ દ્વારા સંપર્કમાં રહી જરૂરી માર્ગદર્શન આપવામાં આવે છે. હાલમાં કોરોના કેરની વિકટ પરિસ્થિતિમાં ગર્ભવતી બહેનોની મન: સ્થિતિ સકારાત્મક વલણ જાળવી રાખવામાં સતત સંપર્કમાં રહેવું ખૂબ જ જરૂરી છે.

મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રના આ અભિયાન ચલાવતા અમિતાબેન પ્રજાપતિના નેતૃત્વ હેઠળ રોહિણીબેન શર્મા, પ્રિતીબેન ભટ્ટ, વૈશાલીબેન ત્રિવેદી સહિત અનેક બહેનો લોકડાઉનનું સંપુર્ણ પાલન કરી , સોસીયલ ડિસ્ટન્સીંગ સંપુર્ણપણે જળવાય તે માટે પોતાના ઘરમાં જ રહી ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઑનલાઇન વિડીયો કોલ દ્વારા ગર્ભવતી બહેનો સાથે તેમની દિનચર્યા, સ્વાસ્થ્ય, ચિંતન અને રચનાત્મક ચર્ચા કરવા સતત સંપર્કમાં રહે છે. ગર્ભવતી બહેનોને ગર્ભ સંસ્કારવિધિ પણ કરાવતા રહ્યા છે. તેમજ જન્મ થયેલ બાળકોને અન્નપ્રાશન,નામકરણ જેવા સંસ્કારોના કાર્ય પણ સોશીયલ ડિસ્ટન્સ જળવાય તે માટે વીડિયો કોલ દ્વારા જ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના મુખ્ય કેન્દ્ર શાંતિકુંજ, હરિદ્વાર દ્વારા હાલના સમયમાં વેબ- કૉન્ફરન્સના માધ્યમથી સમગ્ર ગાયત્રી પરિજનોને વિશેષ માર્ગદર્શન આપવામાં આવે છે. વિશેષમાં કોરોના કેર સામે સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત ગાયત્રી ઉપાસકો દરરોજ સાંજે 6ઃ20 થી 6:30 સુધી એકજ સમયે એક સાથે પોતાના ઘરમાં ટેકનોલોજીના માધ્યમથી એક ઉદ્દેશ સાથે એક સરખી પ્રાર્થના કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.