- દોઢ વર્ષથી સામાન્ય વર્ગ મોંઘવારીનો માર સહન કરી રહ્યો
- બજારમાં મંદીના પગલે રોજગારીમાં ઘટાડો નોંધાયો
- જીવન જરૂરિયાતની વસ્તુમાં વધારો થવાથી મધ્ય્મ વર્ગના માસિક બજેટમાં નોંધપાત્ર ફરક
અરવલ્લી : કોરોના વાયરસના પગલે છેલ્લા દોઢ વર્ષથી સામાન્ય વર્ગ મોંઘવારીનો માર સહન કરી રહ્યો છે. એક તરફ બજારમાં મંદીના પગલે રોજગારીમાં ઘટાડો નોંધાયો છે. તો બીજી બાજુ જીવન જરૂરિયાતની વસ્તુઓમાં કુદકેને ભુસકે વધતા મધ્યમ વર્ગ માટે પડ્યા પર પાટુ સમાન છે. છેલ્લા દોઢ વર્ષ નાની મોટી જીવન જરૂરિયાતની વસ્તુમાં વધારો થવાથી મધ્ય્મ વર્ગના માસિક બજેટમાં નોંધપાત્ર ફરક પડ્યો છે.
આ પણ વાંચો : EXCLUSIVE : ધારાસભ્ય દ્વારા સાયકલ પર ગેસનો બાટલો બાંધી ઇંધણમાં ભાવ વધારાનો વિરોધ
તેલની અછત ન હોવા છતાં ભાવ કેમ વધી રહ્યા
એક તરફ બેરોજગારી અને બીજી તરફ મોંધવારી આ બન્ને વચ્ચે સામાન્ય વર્ગ પીસાઇ રહ્યો છે. કોરોના વાયરસના કારણે છેલ્લા દોઢ વર્ષથી મધ્યમ વર્ગના લોકોની આવકમાં ઘટાડો થયો છે. જેની સામે જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ લગભગ દર માસે વધી રહ્યા છે. જેમાં તેલના ભાવ તો ભડકે બળી રહ્યા છે. ગત વર્ષ કરતા આ વર્ષ તેલના ભાવ ડબલ થઇ ગયા છે. બજારમાં તેલની અછત ન હોવા છતાં ભાવ કેમ વધી રહ્યા છે તે સામાન્ય માણસની સમજ બહાર છે.
આ પણ વાંચો : કોરોનાના કારણે 8 દિવસમાં સિંગતેલના ભાવમાં 30થી 40 રૂપિયાનો વધારો
તમામ પ્રકાર ની દાળોમાં 10થી 15 ટકાનો વધરો
લોકડાઉનના પગલે અન્ય ખાદ્યસામાગ્રીની વસ્તુઓના ભાવમાં પણ 10થી 15 ટકાનો ભાવ વધ્યો છે. કઠોળ અને મરી મસાલાના ભાવમાં પણ વધારો થયો છે. ગત વર્ષ કરતા તમામ પ્રકારની દાળોમાં 10 ટકાનો વધરો નોંધાયો છે. જ્યારે ચાના ભાવમાં 25 ટકાનો વધારો થયો છે.
વસ્તુ | ગત વર્ષનો ભાવ | નવો ભાવ |
તેલ | 400 રૂપિયા 5 લિટર | 830 રૂપિયા લિટર |
ચા | 400 રૂપિયે કિલો | 480 રૂપિયે કિલો |
દાળ | 90થી 100 રૂપિયે કિલો | 100થી 115 રૂપિયે કિલો |
મરચુ | 200 રૂપિયે કિલો | 250 રૂપિયે કિલો |
રાંદણ ગેસ | 630 રૂપિયે કિલો | 850 રૂપિયે કિલો |
MRP કરતા વધારે ભાવમાં વસ્તુઓ વેચાઇ હોય તેવી ઘટનાઓ સામે આવી
લોકડાઉનમાં જીવન જરૂરિયાતની વસ્તુના વેચાણ પર છૂટ આપવામાં આવી હતી .એટલે કાળાબજારી પણ નહિવત જોવા મળી હતી. ગ્રામ્ય અને સેમી અર્બન વિસ્તારોમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ મોટાભાગે છૂટક મળતી હોય છે. તેથી MRP કરતા વધારે ભાવમાં વસ્તુઓ વેચાઇ હોય તેવી ઘટનાઓ સામે આવી નથી. કોરોના વાયરસના પગલે આ વર્ષ જે લોકડાઉન છે. તેમાં જીવન જરૂરિયાતની વસ્તુના વેચાણ પર છૂટ આપવામાં આવી હતી એટલે કાળાબજારી પણ નહિવત જોવા મળી હતી.