- ગળુ દબાવી કરાઇ હત્યા
- પતિ-પત્નીએ કરી હત્યા
- પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
અરવલ્લીઃ જિલ્લાના ભિલોડાના શિલાદ્વિ ગામની સિમમાંથી ગત 24 એપ્રિલના દિવસે એક પુરૂષનો નગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે તપાસ કરતા જાણવા મળ્યુ હતું કે, મૃતક હસમુખભાઈ લીંબાત વિજયનગર તાલુકાના ઇટાવડી ગામના રહેવાસી હતા અને 22 એપ્રિલના રોજ ઘરેથી નીકળી ગયા હતા. ત્યારબાદ તેઓ પરત ન ફરતા તેમના પુત્રએ ચિઠોડા પોલીસ સ્ટેશને જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં પુરૂષનું મૃત્યુ ગળુ દબાવવાથી થયુ હોવાનું જણવા મળ્યુ હતું. મૃતકના ગુપ્તભાગે પણ ગંભીર ઇજાઓ પહોંચડવામાં આવી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચોઃ જૂનાગઢમાં થયેલી હત્યાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો
મૃતકને જંગલ વિસ્તારમાં સબંધ બાંધવા બોલાવ્યા હતા
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે કે, મૃતક હસમુખભાઈને લીલા નામની સ્ત્રી સાથે પ્રેમ સબંધ હતો અને શારીરિક સંબંધ બાંધવા માટે અવારનવાર ફોન કરી દબાણ કરતો હતો. જેનાથી ત્રસ્ત થઇ લીલાએ તેના પતિ સાથે મળીને મૃતકની હત્યા કરવાનું ષડયંત્ર રચ્યુ હતું. જેમાં મૃતક હસમુખભાઈને લીલાએ શીલાદ્વિ ગામની સીમમાં આવેલા જંગલ વિસ્તારમાં સબંધ બાંધવા બોલાવ્યા હતા. જ્યાં લીલા અને તેના પતિએ હસમુખભાઈનું ગળું દબાવી,ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી તથા ગુપ્ત ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હત્યા કરી હતી. ત્યારબાદ મૃતદેહને નગ્ન હાલતમાં છોડી ફરાર થઈ ગયા હતા. બન્ને આરોપીઓએ LCB (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) પોલીસ સમક્ષ ગુનો આચર્યાની કબૂલાત આપી હતી.
આ પણ વાંચોઃ ઓડથી મળેલા યુવકની હત્યાનો ભેદ ઉકેલ્યો ટ્રક ચાલકની અટકાયત