ETV Bharat / state

સફાઈ કામદારોએ માંગ્યુ કોરોના વિમા કવચ, તો છૂટા કરી દેવાની ધમકી મળી - Sweepers working

કોરોના વોરિયર્સ પોતના જીવના જોખમે લોકોની મદદ કરી રહ્યા છે. તેવામાં આઉટ સોર્સીંગથી કોવિડ હોસ્પિટલમાં કામ કરી રહેલા સફાઈ કામદારોએ વિમા કવચની માગ કરી હતી. જેના જવાબમાં એજન્સીએ તેમને છૂટા કરી દેવાની ધમકી આપી હતી.

Sweepers
કોવિડ હોસ્પિટલ
author img

By

Published : May 6, 2020, 3:35 PM IST

અરવલ્લી: સમગ્ર દેશમાં કોરોના વાઈરસનો ફેલાવો દિવસેને દિવસે વધી રહ્યો છે, ત્યારે સરકાર દ્વારા લોકોને ઘરમાં રહેવાની અપીલ કરવામાં આવી રહી છે. અરવલ્લી જિલ્લાના સરકારી હોસ્પિટલમાં વર્ષોથી ખાનગી એજન્સી મારફતે નજીવા પગારમાં સફાઈ કામદારો સેવા કરે છે.

આ એજન્સી દ્વારા સફાઈ કામદારોને કોવિડ-19 હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. સરકારી સફાઈ કામદારોને કોરોનાથી મૃત્યુ થાય તો સરાકરે રૂ. 25 લાખના વિમા કવચની જાહેરાત કરી છે. જ્યારે આ આઉટ સોર્સીંગથી કામ પર રાખવામાં આવેલા કામદારોને એજન્સીના માલિક દ્વારા કોઈ જ વિમા કવચ આપવાનો નનૈયો ભણ્યો છે.

આ અંગે ગુજરાત વાલ્મિકી સંગઠનના પ્રમુખ લાલજી ભગતે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યુ હતું. આ આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર આ એજન્સી દ્વારા W.H.Oના માર્ગદર્શન પ્રમાણે સફાઈ કામ કરતી વખતે સુરક્ષાના સાધનો પણ આપવામાં આવતા નથી. જેથી સફાઈ કામદારોના આરોગ્યને ખતરો રહે છે.

આ અંગે જ્યારે રાજદીપ એન્ટરપ્રાઈઝ નામની એજન્સીના સંચાલક પાસે વિમા કવચની માંગ કરવામાં આવી ત્યારે તેમણે સફાઈ કામદારોને છૂટા કરવાની ધમકી આપી છે. સફાઈ કામદારોની માંગ છે કે, આવી એજન્સીને તાત્કાલિક બ્લેક લીસ્ટમાં મુકવી જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.