ETV Bharat / state

અરવલ્લી: મોડાસા પાલિકાના સફાઇ કામદારોને કોરોના રસી અપાઈ - gujarat

અરવલ્લી મોડાસાના નગરપાલિકા ટાઉનહૉલ ખાતે આજે રવિવારે કોરોના રસીકરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નગરપાલિકાના સફાઇ કામદારોને કોરોના રસી આપવાની શરૂઆત જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. અનિલ ધામેલિયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીમાળી, નાયબ જિલ્લા આરોગ્ય અધિકારી કૌશલ પટેલની ઉપસ્થિતિમાં કરાઇ હતી.

Aravalli
Aravalli
author img

By

Published : Feb 14, 2021, 7:29 PM IST

  • નગરપાલિકા ટાઉનહૉલ ખાતે કોરોના રસીકરણનો કાર્યક્રમ યોજાયો
  • મોડાસા પાલિકાના સફાઇ કામદારોએ લીધી કોરોનાની રસી
  • કલેક્ટર સહીતના અધિકારીઓ રહ્યા ઉપસ્થિત
    મોડાસા પાલિકાના સફાઇ કામદારોએ કોરોનાની રસી લીધી

અરવલ્લી: જિલ્લાના મોડાસાના નગરપાલિકા ટાઉનહૉલ ખાતે આજે રવિવારે કોરોના રસીકરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નગરપાલિકાના સફાઇ કામદારોને કોરોના રસીકરણ આપવાની શરૂઆત જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. અનિલ ધામેલિયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીમાળી, નાયબ જિલ્લા આરોગ્ય અધિકારી કૌશલ પટેલની ઉપસ્થિતિમાં કરાઇ હતી.

39 સફાઇ કામદારોને કોરોના રસી અપાઇ

પ્રથમ હરોળના કોરોના વોરીયર્સને રસી આપવાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. જે અંતર્ગત પોલીસ અધિકારીઓ અને વહિવટી કર્મચારીઓને રસી આપી દેવામાં આવી છે, ત્યારે કોરોના કાળમાં પણ સફાઇનું કામ કરી નગરને સ્વચ્છ રાખતા સફાઇ કર્મચારીઓને આજે આરંભાયેલા કોરોના રસીકરણ કાર્યક્રમ અંતર્ગત રસી આપવામાં આવી હતી. જેમાં 39 મોડાસા નગરપાલિકાના સફાઇ કામદારોને કોરોના રસીકરણ અંતર્ગત આવરી લેવાયા હતા.

કલેક્ટરે મિટિંગ યોજીને રસી લેવા બાબતે આપ્યું માર્ગદર્શન

જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકરે જણાવ્યું હતું કે, આ વેક્સિન લેવાથી કોઈ આડઅસર નથી, આનાથી ડરવાની કે ગભરાવાની જરૂર નથી. તેમણે નગરપાલિકાના સફાઈ કામદારો સાથે મિટિંગ યોજીને રસી લેવા બાબતે માર્ગદર્શન આપ્યું. તેમની કોઈ મૂંઝવણ હોય તો ડૉક્ટર્સની ટીમ દ્વારા નિરાકરણ કરી રસી લેવા પ્રોત્સાહિત કર્યાં હતા અને સાથે જ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવા માટે પણ અપીલ કરી હતી.

આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા

આ કાર્યક્રમમાં મોડાસા નગરપાલિકાના સફાઇ કામદારો અને આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.