ETV Bharat / state

લોકડાઉન: પોતાના વતન પગપાળા જતા શ્રમિકો માટે ST બસની વ્યવસ્થા કરાઇ

કોરોના વાઇરસના કારણે સમગ્ર રાજ્યમાં બાંધકામ ઉદ્યોગ, નાના-મોટા કારખાના અને ફેક્ટરીઓમાં કામ કરતા પરપ્રાંતિય શ્રમિકોનો મોટો સમૂહ ગુજરાત છોડી રહ્યો છે.

author img

By

Published : Mar 27, 2020, 3:25 PM IST

પોતાના વતન પગપાળા જતા શ્રમિકો માટે ST બસની કરાઇ વ્યવસ્થા

અરવલ્લીઃ કોરોનાના કારણે સમગ્ર રાજ્યમાં બાંધકામ ઉદ્યોગ, નાના-મોટા કારખાના અને ફેક્ટરીઓમાં કામ કરતા પરપ્રાંતિય શ્રમિકોનો મોટો સમૂહ ગુજરાત છોડી રહ્યો છે. શ્રમિકોએ બસ કે, ટ્રેન નહીં મળવાના કારણે પગપાળા ગુજરાત છોડવાનું શરૂ કર્યું છે.

લોકોની દયનિય સ્થિતિને જોઇ ગુજરાતના મુખ્યપ્રધાને તેમના માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવાની તંત્રને સૂચના આપી છે, ત્યારે અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર અને ST વિભાગ દ્વારા પગપાળા જતા લોકોને તમામ સુવિધા ઉપલબદ્ધ કરાવી ST મારફતે 700થી વધુ શ્રમિકોને વતન મોકલી આપવામાં આવ્યા છે.

અરવલ્લી જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓએ પગપાળા જતા શ્રમિકોની તમામ પ્રકારની મદદ કરી રાત્રીએ 5થી વધુ ST બસ મારફતે રાજસ્થાન મોકલી આપવામાં આવતા પદયાત્રા કરીને થાકેલા શ્રમિકોએ હાશકારો અનુભવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.