- શામળાજી પોલીસે ઝડપ્યો વિદેશી દારૂ
- ટ્રક ચાલક ટ્રક છોડી ભાગ્યો
- 6.12 લાખ રૂપિયાનો વિદેશી દારૂ મળ્યો
અરવલ્લી : અરવલ્લી જિલ્લામાં શુક્રવારના રોજ શામળાજી પી.એસ.આઇ અનંત દેસાઈ અને તેમની ટીમે અણસોલ ગામની સીમમાં વોચ ગોઠવી હતી. રાજસ્થાનથી આવતા વાહનોનું સઘન ચેકીંગ ચાલી રહ્યું હતું. આ દરમ્યાન એક ટ્રક ચાલક અચાનક ટ્રક મૂકી ફરાર થઇ ગયો હતો. પોલીસે બીનવારસી ટ્રકની તલાશી લેતા તેમાં તૂટેલા કેરેટની આડમાં રાખેલ વિદેશી દારૂ મળી આવ્યો હતો.
![દારુ ભરેલી ટ્રક](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-arl-02-liquor-seized-photo1-gj10013jpeg_22012021193436_2201f_1611324276_22.jpeg)
દારૂની 2040 બોટલ મળી આવી
પોલીસને ટ્રક માંથી રૂપિયા 6,12,000 રૂપિયાની કિંમતનો ભારતીય બનાવટની વિદેશી દારૂની 2040 બોટલ મળી આવી હતી. પોલીસે ટ્રકની કીંમત રૂપિયા 7 લાખ મળી કુલ રૂપિયા 13.12 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ઉપરાંત અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ફરાર ટ્રક ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં હતા.