અરવલ્લી જિલ્લાની સરહદો પર દારુની હેરાફેરી અટકાવવા રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીક અણસોલ ગામની સીમમાંથી રાજસ્થાન તરફથી આવતી સેવરોલે ઓપ્ટ્રા ગાડી.નં- MH 01 VA 2673ને અટકાવી તપાસી લેતા કારના બમ્પર નીચે ગુપ્ત ખાનામાં સંતાડેલો વિદેશી દારૂના નંગ-300 કિંમત 37,500/- નો જથ્થો જપ્ત કર્યો હતો.
![Arvalee](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/r_gj_arl-_04_liquor_-vis3_220520191558526269796-61_2205email_1558526281_525.jpeg)
દારૂની હેરાફેરી કરનાર નારાયણલાલ રમેશ નાયક અને લાલુરામ પરથુજી મેઘવાલને પણ ઝડપી લીધા હતા. પોલીસે કારની કિંમત રૂ. 2,00,000 તથા મોબાઈલ નંગ-2 કિંમત રૂ.1500 મળી કુલ રૂ.2,39,000/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ઉપરાંત પોલીસે રાજસ્થાનના બુટલેગર ઘનશ્યામ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.