માલપુર તાલુકાના મેવડા ગામે આવેલી SBI બ્રાન્ચ જર્જરિત મકાનમાં વર્ષોથી ચાલી રહી છે. બ્રાન્ચનું મકાન જર્જરિત હોવાથી ગમે તે ઘડીએ તૂટી પડે તેવી હાલતમાં હતી.
સોમવારે રાબેતા મુજબ બ્રાન્ચ ખોલતા બ્રાન્ચની છત ખરી પડવાની સાથે બ્રાન્ચમાં રહેલા ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને અન્ય સાધનોને ભારે નુકસાન થયું હતું. બેન્ક આવી હાલત જોવા લોકો ઉમટ્યા હતા. ગ્રાહકોમાં બેન્કનું મકાન બદલાવવાની માંગ પણ કરી રહ્યા છે.