ETV Bharat / state

ડીઝલના ભાવ વધતા ખેડૂતોને વાહનો ચલાવવા પડી રહ્યા છે મોંઘા, ખેડૂતો લણણી માટે હેક્ટરદિઠ 600 રૂપિયા વધુ ચૂકવી રહ્યા છે - થ્રેસર અને હાર્વેસ્ટર

દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol-Diesel Price) વધવાથી સામાન્ય લોકો સહિત ખેડૂતની પણ કમર તૂટી ગઈ છે. ત્યારે ખેડૂતોને હવે ડીઝલથી ચાલતા વાહનો ચલાવવા મોંઘા પડી રહ્યા છે. ત્યારે અરવલ્લી જિલ્લાના ખેડૂતોએ આ અંગે વ્યથા વ્યક્ત કરી હતી. અહીં ખેડૂતોને લણણી માટે હેક્ટરદિઠ 500થી 600 રૂપિયાનો ખર્ચ વધી ગયો છે.

ડીઝલના ભાવ વધતા ખેડૂતોને વાહનો ચલાવવા પડી રહ્યા છે મોંઘા, ખેડૂતો લણણી માટે હેક્ટરદિઠ 600 રૂપિયા વધુ ચૂકવી રહ્યા છે

author img

By

Published : Oct 18, 2021, 12:18 PM IST

  • અરવલ્લી જિલ્લાના ખેડૂતો પેટ્રોલ-ડીઝલના વધારાથી (Petrol-Diesel Price) ત્રાહિમામ પોકારી ઉઠ્યા
  • ડીઝલના ભાવ વધતા ખેતવાહનો ચલાવવા ખેડૂતોને પડી રહ્યા છે મોંઘા
  • અરવલ્લી જિલ્લાના ખેડૂતોએ આ અંગે વ્યથા વ્યક્ત કરી હતી

મોડાસાઃ અરવલ્લીના ખેડૂતો પણ હવે પેટ્રોલ-ડીઝલના ધરખમ વધારાથી (Petrol-Diesel Price) ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અહીં સિંચાઈ અને લણણી માટે ઉપયોગમાં લેવામાં આવતા સાધનો ચલાવવા ખેડૂતોને મોંઘા પડી રહ્યા છે. ડીઝલના ભાવ વધ્યા હોવાથી ખેડૂતો ખેત સાધનોનો ઉપયોગ કરવો કે નહીં તે અંગે વિચારી રહ્યા છે. આથી જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે. સાથે જ જિલ્લાના ખેડૂતોને લણણી માટે હેક્ટરદિઠ 500થી 600 રૂપિયાનો ખર્ચ વધી ગયો છે.

આ પણ વાંચો- ભાવનગરના ખેડૂત આગેવાન અને Congress MLAની માગણીઃ નુકસાની સર્વે કરો

ખેડૂતોને પડતા પર પાટું જેવો ઘાટ સર્જાયો

ઈંધણના ભાવ વધતાં માત્ર જીવન જરૂરી ચીજવસ્તુનું પરિવહન જ નહીં, ખેતીમાં ઉપયોગમાં લેવાતા ડીઝલથી ચાલતા વિવિધ મશીનો પણ ચલાવવા મોંઘા બન્યા છે. જિલ્લામાં ખરિફ સીઝનમાં વાવણી કરાયેલા મકાઈ, સોયાબીન, મગફળી, કપાસ જેવા પાકો હવે તૈયાર થયા છે. છેલ્લા કેટલાક વર્ષોથી ખેડૂતો થ્રેસર અને હાર્વેસ્ટર સહિત ડીઝલ સંચાલિત વાહનોનો ઉપયોગ કરી રહ્યા છે. જોકે, હવે ડીઝલના ભાવમાં સતત વધારાના પગલે ખેડૂતોને લણણી માટે હેક્ટરદિઠ 500થી 600 રૂપિયાનો ખર્ચ વધી ગયો છે ત્યારે ઓછા વરસાદને લઈને નુકશાન સહન કરી રહેલા ખેડૂતોને પડતા પર પાટું જેવો ઘાટ સર્જાયો છે.

પંજાબથી હાર્વેસ્ટર લઈને આવતો શીખ સમુદાય પણ મુશ્કેલીમાં મૂકાયો

આ પણ વાંચો- ખેડૂત નેતા પાલ આંબલીયાએ અતિવૃષ્ટિ જાહેર કરવા કરી માગ

બીજી તરફ દર વર્ષ ખરિફ પાકની લણણી સમયે પંજાબથી હાર્વેસ્ટર લઈને આવતો શીખ સમુદાય પણ મુશ્કેલીમાં મૂકાયો છે. હાર્વેસ્ટર લઈને આવેલ શીખ ખેડૂતોના જણાવ્યા અનુસાર, ડીઝલના વધી રહેલા ભાવને લઈને હવે ખેતીમાં ઉપયોગમાં લેવાતા હાર્વેસ્ટર ચલાવવા મોંઘા પડી રહ્યા છે અને ખેડૂતોને પણ ભારે મહેનત પછી સરવાળે નુકસાન ભોગવવું પડી રહ્યું છે. જિલ્લાના ખેતરોમાંથી પાક લણવાનું કામ કરવા પહોંચેલા હાર્વેસ્ટરના માલિકો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (PM Narendra Modi) ખેડૂતો અને ખેતવાહન ચલાવતા લોકો માટે ડીઝલના ભાવ ઘટાડે તેવી માગ કરી રહ્યા છે.

યાર્ડ સુધી માલ પહોંચાડવું પણ ખેડૂતોને મોંઘું પડશે

લણણી પછી ખેડૂતો ટ્રેક્ટર કે અન્ય ભાડાના વાહનો કરીને માલ માર્કેટ યાર્ડ સુધી પહોંડતા હોય છે ત્યારે ડીઝલના ભાવ વધતા માત્ર ખેતી જ નહીં, પરંતુ યાર્ડ સુધી માલ પહોંચાડવું પણ ખેડૂતોને મોંઘું પડશે, જેની સીધી અસર પાક જણસની પડતર કિંમત પર પડશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.