અરવલ્લીઃ લોકડાઉન પહેલા કોલેજથી બસ સ્ટેશન સુધી જવા માટે સપના ભરવાડ નામની યુવતી સલીમ ભાઈની રીક્ષામાં બેઠી હતી. સ્ટેશન આવી જતાં યુવતી રીક્ષામાંથી ઉતરી ગઈ હતી. ત્યાર બાદ રીક્ષા સાફ કરતાં સલીમભાઈને રીક્ષામાંથી એક પાકીટ મળ્યું હતું. પર્સમાં રોકડ નાણાં અને સોનાની કળીઓ સાથે એક ફોટો મળ્યો હતો. જેને લઇને સલીમભાઈએ તપાસ હાથ ધરી હતી, પરંતું લોકડાઉનના કારણે તેમનું બહાર નીકળવાનું બંધ થઈ ગયું હતું. જો કે, સલીમભાઈએ યુવતીને શોધવાના પ્રયત્નો ચાલુ રાખ્યા હતા.
રીક્ષાચાલક સલીમભાઈ આ માટે કોલેજના પ્રાધ્યાપક જૂનેદ ભાઈ અને બેન્ક કર્મચારી અરબાઝભાઈનો સંપર્ક કર્યો હતો. જે બાદ આખરે યુવતીના પરિવારજનોનો સંપર્ક થયો હતો. યુવતીની અરવલ્લી જિલ્લાના બાયડની રહેવાસી છે. તબીયત સારી ન હોવાથી સપનાએ મોડાસામાં રહેતા તેમના માસાને તેમની વસ્તુઓ પરત લેવા માટે મોકલ્યા હતા.