અરવલ્લીઃ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા આગામી નવેમ્બર માસ સુધી રાશનકાર્ડ ધારકોને વિનામૂલ્યે રાશન આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેનાથી દેશભરના 80 કરોડથી વધુ લોકોને લાભ થવાનો છે.
![અરવલ્લી પુરવઠા વિભાગ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-arl-03-poor-ration-photo1-gj10013jpeg_01072020194154_0107f_1593612714_692.jpeg)
તાલુકાવાર વિનામૂલ્યે અનાજ વિતરણ
તાલુકો ગામની સંખ્યા
બાયડ 7
ભિલોડા 11
ધનસુરા 12
મેઘરજ 8
મોડાસા 14
માલપુર 1
દેશમાં કોરોના વાઈરસની અસરને લઇ સમગ્ર દેશના રાશન કાર્ડધારકોને મફત અનાજ વિતરણ સતત 3 માસથી થઇ રહ્યુ છે. જેમાં કોરોના અસરગ્રસ્ત ગામોમાં જઇ લોકોને ઘર આંગણે રાશન મળી રહે તેવી વ્યવસ્થા તંત્ર દ્વારા ઉભી કરવામાં આવી છે. જેમાં અરવલ્લીના 50થી વધુ ગામના લોકોને ઘર આંગણે રાશન પુરૂ પાડવામાં આવી રહ્યુ છે.
![અરવલ્લી પુરવઠા વિભાગ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-arl-03-poor-ration-photo1-gj10013jpeg_01072020194154_0107f_1593612714_1095.jpeg)
અરવલ્લી જિલ્લામાં કોરોનાના કુલ કેસ 200ને પાર પહોંચતા જિલ્લાના શહેરી અને ગ્રામ્ય મળી અત્યાર સુધી 160થી વધુ કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. હાલ 50થી વધુ ગામોને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે, આ નિયંત્રિત વિસ્તારમાં કોરોના સંક્રમણના વધે તેના ચુસ્ત અમલ માટે ગામલોકોના અવર-જવર પર પ્રતિબંધ સહિત હોમ ડિલીવરી સર્વિસ સુનિશ્ચિત કરવામાં આવી છે.
અરવલ્લી જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકરની માર્ગદર્શનથી નિયંત્રિત વિસ્તારમાં માત્ર ખાનગી દુકાનધારકો જ નહીં ખુદ સરકારી તંત્ર પણ હોમ ડિલીવરી સર્વિસ શરૂ કરી લોકોની મુશ્કેલીમાં ઘટાડો કર્યો છે. જેમાં મેઘરજના અતિપછાત વાદી-મદારી કે ગરીબ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત વિનામૂલ્યે અનાજ વિતરણનો લાભ મળી રહ્યો છે.