રાજ્યમાં થોડા મહિના પહેલાજ્યારે અનામતની સીઝન ચાલતી હતી ત્યારે તેનો ઉકેલ લોકસભાની ચુટણી પહેલા વર્તમાન કેન્દ્ર સરકારે આર્થિક રીતેપછાત સુવર્ણ જ્ઞાતિના લોકો માટે 10 ટકા અનામત જાહેર કરી આ મુદ્દાનો છેદ ઉડાડી દીધો છે.કેન્દ્ર સરકારે આ અંગેની નીતિ બનાવી સુવર્ણ આર્થિક પછાત વર્ગ માટે અનામત નીતિ જાહેર કરી છે.
જોકે અરવલ્લી જિલ્લાના મોડાસાના એક પાટીદારે આ અનામતનો લાભન લેવાની જાહેરાત કરી આર્થિક રીતે સશક્ત વ્યક્તિઓને પ્રેરણા રૂપ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. અરવલ્લી જિલ્લાના સામાજિક સમરસતાના કનવિનર ચંદ્રકાંત ભાઈ પટેલ પોતાનો દીકરો હાલ 12 ધોરણમાં અભ્યાસ કરે છે. પરીક્ષામાં પરિણામ આવે ત્યારે આર્થિક અનામતનો લાભ નહીં લે તેવી જાહેરાત કરી હતી.