ETV Bharat / state

અરવલ્લી પોલીસ બની બુટલેગર, ઝપ્ત કરેલો દારૂ વેચતી હતી પોલીસ

પોલીસ કર્મચારીઓ પોતે જ બુટલેગર બની ગયા હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. જ્યારે અરવાલ્લી LCBમાં ફરજ બજાવતા બે કર્મચારીઓની કાર પલ્ટી ખાતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. કાર પલ્ટી ખાતા પોલીસ કર્મીઓ ફરાર થયા હતા. મોડાસા રૂરલ પોલીસે અરવલ્લી LCB પોલીસના 2 કર્મીઓ અને અન્ય એક શખ્સ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

અરવલ્લી
અરવલ્લી
author img

By

Published : Feb 20, 2021, 9:09 PM IST

  • અરવલ્લીમાંથી કરોડો રૂપિયાનો દારૂ ઝડપાયો
  • 2 પોલીસ કર્મીઓ અને અન્ય એક શખ્સ સામે ગુનો નોંધાયો
  • ઝડપેલા દારૂનું બારોબારીયું ખુદ પોલીસ કર્મચારીઓ જ કરી રહ્યા છે
    અરવલ્લી
    અરવલ્લી

અરવલ્લીઃ જિલ્લામાં પોલીસ કર્મચારીઓની બુટલેગર સાથેની ભાઇબંધીની વાતો ચોરેને ચોકે થઇ રહી છે, ત્યારે હવે પોલીસ કર્મચારીઓ પોતે જ બુટલેગર બની ગયા હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. પોલીસે ઝડપેલા દારૂનું બારોબારીયું ખુદ પોલીસ કર્મચારીઓ જ કરી રહ્યા છે. તેવી વાત બહાર આવતા હડકંપ મચ્યો છે. શુક્રવારના રોજ સવારના રોજ ઝડપેલા દારૂનું કટીંગ કરવા જઇ રહેલા LCBમાં ફરજ બજાવતા બે કર્મચારીઓની કાર પલ્ટી ખાતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. કાર પલ્ટી ખાતા પોલીસ કર્મીઓ ફરાર થયા હતા. મોડાસા રૂરલ પોલીસે અરવલ્લી LCB પોલીસના 2 કર્મીઓ અને અન્ય એક શખ્સ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

અરવલ્લી
અરવલ્લી

જાગૃત નાગરીકે કારનો પીછો કર્યો

આંતરરાજ્ય સરહદી જિલ્લા અરવલ્લીમાંથી વર્ષ દહાડે કરોડો રૂપિયાનો દારૂ પક્ડવામાં આવે છે. તેમ છતાં જિલ્લામાં અને રાજ્યમાં દારૂની રેલમછેલ છે. તે કેહવામાં અતિશયોકતિ નથી. જો કે, ઝડપાયેલા દારૂનો અમુક જ હિસ્સો નોંધવામાં આવે છે. તેવું અરવલ્લીમાં બનેલી ઘટના પરથી લાગી રહ્યું છે. શુક્રવારના રોજ સવારે LCB પોલીસે એક ટ્રકમાંથી વિદેશી દારૂ ઝડપી, SP કચેરી પાછળ કંપાઉન્ડમાં ટ્રક પાર્ક કરી હતી. જો કે, બપોર પહેલા તો LCBના બે પોલીસ કર્મચારીઓએ દારૂનું બારોબરીયું કરવાની વ્યવસ્થા પણ કરી નાખી હતી.

અરવલ્લી

કાર પલ્ટી જતા LCB પોલીસના કરતુત જોવા મળ્યા

દારૂની ગણતરી થાય તે પહેલા LCB પોલીસમાં ફરજ બજાવતા ઇમરાનખાન નજામીયા શેખ અને પ્રમોદ સુખદેવભાઈ પંડ્યાએ એસેન્ટ કાર રૂપિયા 1.20 લાખના દારૂને સગેવગે કરવાની યોજના ઘડી કાઢી હતી. આ કારને LCB પોલીસનો વહીવટદાર બાઈક પર એસ્કોર્ટ કરી રહ્યો હતો. આ વાત એક જાગૃત નાગરીકના ધ્યાને આવતા તેણે કારનો પીછો કર્યો હતો. આ દરમિયાન LCB પોલીસ કર્મીઓ ગભરાઇ ગયા હતા અને કાર પૂરઝડપે હંકારવા જતા મોડાસાના વાઘોડીયા નજીક કાર પલ્ટી જતા ઇમરાન શેખ અને પ્રમોદ પંડ્યા તેમજ બાઈક ચાલક વહીવટદાર નાસી છૂટ્યા હતા. ઘટના સ્થળે પોલીસ કર્મીઓની કરતુત જોવા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.

2 પોલીસ કર્મી અને એક વહીવટદાર વિરૂદ્વ ફરીયાદ નોંધી

મોડાસા રૂરલ પોલીસ જાતે ફરિયાદી બની દારૂની ખેપ મારી રહેલા LCB પોલીસ કર્મી ઇમરાનખાન નજામીયા શેખ, પ્રમોદ સુખદેવપ્રસાદ પંડ્યા અને શાહરુખ નામના શખ્શ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

બન્ને પોલીસ અધિકારીઓને સસ્પેંડ કરવામાં આવ્યા

પોલીસ ફરીયાદ નોંધાયા બાદ તાત્કાલીક અસરથી બન્ને આરોપી પોલીસ કર્મીઓને જિલ્લા પોલીસ વડાના આદેશથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.