મોડાસા: અરવલ્લી જિલ્લા પોલીસ સ્ટેશનની PCR વાનને મંગવારે અકસ્માત નડ્યો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે PCR વાન પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મોડાસા-રાજેન્દ્રનગર રોડ પર હજીરા વિસ્તારમાં રોન્ગ સાઈડ ડિવાઈડરને કૂદી ગાય અચાનક આગળ આવી જતા પોલીસકર્મી ડ્રાઇવર મેહુલ અમૃતભાઈ ગાયને બચાવવા જતા સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે વાન ઝાડ સાથે અથડાઇ હતી.
PCR વાન રોડની બાજુમાં રહેલા ઝાડ સાથે અથડાતા ડાબી બાજુના ભાગનો કડચલો વળી ગયો હતો. પીસીઆર વાનમાં ફરજ બજાવતા અમિતકુમાર ભરતભાઈ અને હોમગાર્ડ ધીરજ વિપુલભાઇને શરીરે ઈજાઓ પહોંચી હતી. જોકે સદનસીબે જાનહાની ટળતાં પોલીસકર્મીઓના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનની PCR વાનને નડ્યો અકસ્માત
મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનની PCR વાનની વચ્ચે ગાય ઉતરતા ગાયને બચાવવા જતા અકસ્માત સર્જાયો હતો. જોકે સદનસીબે જાનહાની ટળતાં પોલીસકર્મીઓના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.