પોલીસે બાઈક પર સવાર ગ્વાલીયરના બિરેનસિંગ દેવલાલ સુખવાસી જાટવ અને રવિકુમાર પીરભુ કુમાર જાટવના પેન્ટના ખિસ્સામાંથી દેશી બનાવટની પિસ્તોલ કિંમત ૧૦,૦૦૦, ૬ જીવતા કારતુસ, 2 મોબાઈલ, એક બાઈક મળી કુલ.૧,૧૨,૬૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. મોડાસા રૂરલ પોલીસે બંને શખ્સો વિરુદ્ધ આર્મસ એક્ટ કલમ ૨૫ (૧-બી) A અને IPC કલમ-૧૧૪ અને જીપીએકટ-૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
![પિસ્તોલ અને જીવતા કારતુસ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-arl-01-arms-arrest-photo3-gj10013jpeg_22102019175327_2210f_1571747007_553.jpeg)