- મોડાસામાં દારૂની હેરફેર કરતા પોલીસ કર્મચારીઓની ધડપકડ
- 2 પોલીસ કર્મચારીઓની શોધખોળ ચાલું
- વિવાદિત ઓડીયોક્લિપ બહાર આવી
મોડાસાઃ ગત ફેબ્રુઆરી માસમાં પોલીસ અધિકારીઓની દારૂકાંડમાં સંડોવણી બહાર આવતા, અરવલ્લી જિલ્લામાં ભારે ચકચાર મચ્યો હતો. આ મામલે પોલીસવડા સંજય ખરાતે બે પોલીસ કર્મચારીઓની ધરપકડ કરી સસ્પેન્ડ કર્યા હતા. જ્યારે એક ખાનગી વ્યક્તિ સહિત LCB, PI આર.કે.પરમાર અને પોલીસ કોન્સ્ટેબલ હજુ પોલીસની પકડથી દુર છે. દારુકાંડમાં વધુ તપાસ થતા LCB ઓફીસમાંથી દારૂ મળી આવતા આ મામલે PI પરમારની મહત્વની ભુમિકા હોવાનું બહાર આવ્યુ હતું. રેન્જ IG અભય ચુડાસમાંના આદેશના પગલે આરોપી, PI આર.કે.પરમારને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
રેન્જ IGના આદેશથી દારૂકાંડમાં સંડોવાયેલા PIને કરાયા સસ્પેન્ડ આ પણ વાંચોઃ ભરૂચમાં યુવા ભાજપનો નેતા મિત્રની પત્નીને ભગાડી જતા ભાજપે કર્યો સસ્પેન્ડશું છે એલ.સી.બી દારૂકાંડ ? ગત 19 ફેબ્રુઆરીના રોજ બે પોલીસકર્મીઓ અને એક વચોટીયો પક્ડાયેલી દારૂની ટ્રકમાંથી સવા લાખનો દારૂ કાઢી પોતાની એસેન્ટ કારમાં બારોબારૂયુ કરવા જતો હતો. ત્યારે એક જાગૃત નાગરીકનો તેમનો પીછો કરે છે તે જોઇ હળબળી ગયેલા પોલીસકર્મીએ સ્ટેરીંગ પરનો કાબુ ગુમવાતા ગાડીએ પલ્ટી મારી હતી. ત્યાર બાદ પોલીસકર્મીઓ નાસી છુટયા હતા. જોકે થોડા કલાકો બાદ બન્ને આરોપી પોલીસકર્મીઓ પોલીસ સમક્ષ હાજર થયા હતા. LCB ઓફીસમાં જ સંતાડેલી દારૂની સાત જેટલી પેટીઓ મળી આવતા સમગ્ર પોલીસ બેડામાં હડકંપ મચ્યો હતો. જિલ્લા પોલીસવડાએ ટાઉન પોલીસને તપાસ સોંપી LCB PI આર.કે.પરમાર અને ત્રણ પોલીસકર્મી સામે આ અંગે ગુનો નોંધી કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા. રેન્જ IGના આદેશથી દારૂકાંડમાં સંડોવાયેલા PIને કરાયા સસ્પેન્ડ આ પણ વાંચોઃ વાંકાનેર નગરપાલિકામાં પક્ષ સામે બગાવત કરનાર 14 સભ્યોને ભાજપે સસ્પેન્ડ કર્યાથોડા દિવસો પહેલા મેઘરજના PSIને સસ્પેન્ડ કરવામાં આવ્યા અરવલ્લી જિલ્લો આતંરરાજ્ય સરહદે આવેલો હોવાથી રાજસ્થાનમાંથી મોટા પાયે દારૂ લાવવામાં આવે છે. જેના પગલે પોલીસ અધિકારીઓની બુટલેગરો સાથેની ભાઇબંધીની ઘટનાઓ ઘણીવાર બહાર આવી છે. ત્યારે બુટલેગર અને ખાખીની જુગલબંધી બહાર આવી છે. જેમાં મેઘરાજ PSI એન.એમ.સોલંકી અને બુટલેગરની ઉત્તરાયણ પહેલાની વાતચીતની ઓડિયોક્લીપ વાયરલ થઇ હતી. આ ઓડીયોક્લીપમાં બુટલેગર અને PSI સોલંકીને ઉતરાયણ હોવાના કારણે મેઘરાજની ઉંડવા બોર્ડર પરથી બે બોટલ દારૂ લઇને નીકળશે તેવી જાણ કરી સંભાળી લેવાની વાત કરી રહ્યો હતો . શરૂઆતમાં આનાકાની કર્યા બાદ PSI પરવાનગી આપે છે પણ એના માટે પણ ઉતરાયણ માટે સિગ્નેચર બ્રાન્ડની બોટલ લઇ આવવાનું કહે છે. આ સાથે જ PSI હપ્તો પહોંચાડ્યો કે નહિ તે અંગે પણ પુછે છે.