અરવલ્લીઃ જિલ્લામાં શરૂઆતમાં વ્યાપેલા કોરોના વાઇરસના સંક્રમણને લઇ ગામ અને શહેર બંને વિસ્તારમાં અસર જોવા મળી હતી. જેને લઇ અરવલ્લી જિલ્લાના ગામડાઓ સ્વંય રીતે લોકડાઉનનો ચુસ્ત અમલ કરી રહ્યાં છે. ધનસુરા તાલુકામાં બે કેસ મળી આવ્યા બાદ ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનો આંકડો 53ને પહોંચ્યો છે. જ્યારે મોડાસા શહેરમાં જ 23 કેસ નોંધાયા છે.
જિલ્લામાં અત્યાર સુધી મળી આવેલા કોરોના પોઝિટિવ કેસથી ગામ અને વિસ્તારના કન્ટેન્મેન્ટ ઝોનમાં આરોગ્યની 312 ટીમો દ્વારા સર્વેલન્સની કામગીરી સઘન બનાવાઇ છે. જેમાં 19,176 ઘરોના 96,191 લોકોને હાઉસ ટુ હાઉસ સર્વેમાં આવરી લેવામાં આવ્યા છે. જિલ્લામાં હજુ 24 લોકોના સેમ્પલનો રીપોર્ટ બાકી છે. જેને લઇ 2692 હોમ ક્વોરેન્ટાઇન કરાયા છે.
જિલ્લામાં 17 દર્દીઓ કોરોનામુક્ત બનતા રજા અપાઇ હતી, ત્યારે બાયડની વાત્રક કોવિડ હોસ્પિટલ 29 તેમજ મોડાસા સાર્વજનિક હોસ્પિટલ 28 મળી કુલ 57 કોરોના ગ્રસ્ત દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે, આ ઉપરાંત વાત્રકમાં 3 અને મોડાસના ભાગ્યલક્ષ્મી નર્સિંગ કોવિડ કૅર સેન્ટરમાં એક મળી કુલ 5 દર્દીને સારવાર હેઠળ છે.
જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિ જોઇએ તો અરવલ્લી જિલ્લામાં બાયડમાં 7, ભિલોડામાં 13, મેઘરજમાં 9, ધનસુરામાં- 7, મોડાસા તાલુકામાં 17 જયારે મોડાસા શહેરમાં 23 મળી કુલ- 76 પોઝિટિવ દર્દીઓ જિલ્લામાં નોંધાયા છે.