અરવલ્લી: જિલ્લાને કોરોનાને કારણે રેડ ઝોનમાં મુકવામાં આવ્યો છે. છેલ્લા એક માસમાં કોરોના કેસ સતત વધતા આંકડો 79 પર પહોંચ્યો છે. જિલ્લાના 5 તાલુકા પ્રભાવિત બન્યા છે જેને લઈને લોકોમાં ભયનો માહોલ છવાયેલો છે.
એક બાજુ કોરોના પોઝિટિવ દર્દીઓ સ્વસ્થ્ય થઇ રહ્યા છે.જ્યારે બીજી બાજુ આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લામાં કોરોનાના સેમ્પલિંગ પ્રક્રિયા ઘટાડી દેવામાં આવી છે. છેલ્લા 48 કલાકમાં 10 જેટલા જ કોરોનાના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા છે .
સરકારની નવી ગાઈડ લાઈન મુજબ કોઈ પણ વ્યક્તિને લક્ષણ દેખાય તો જ તેનું સેમ્પલ લેવામાં આવશે. જેના કારણે સતત વધી રહેાલ કેસની સંખ્યા પર એકાએક બ્રેક વાગી ગયો છે . છેલ્લા ચાર દિવસમાં અરવલ્લી જિલ્લામાં કોરોનાના શંકાસ્પદ દર્દીઓનો એક પણ કેસ નોંધાયો નથી.