ETV Bharat / state

અરવલ્લીમાં ચોમાસા પૂર્વે 2.70 લાખથી વધુ પશુઓનું રસીકરણ - ગુજરાતી સમાચાર

અરવલ્લીમાં પશુપાલન એ પૂર્ણ સમયના વ્યવસાય તરીકે વિકાસ પામ્યો છે, ત્યારે પશુઓની સાર-સંભાળની સાથે તેને સમયાંતરે રસીકરણ કરી તેમના આરોગ્યની માવજત પશુપાલકો દ્વારા કરવામાં આવી રહી છે. જેમાં અરવલ્લીના 2,73,015 પશુઓને સધન રસીકરણ હેઠળ આવરી લેવામાં આવ્યાં છે.

monsoon
અરવલ્લી
author img

By

Published : Jul 6, 2020, 2:17 PM IST

અરવલ્લીમાં 2.70 લાખથી વધુ પશુઓનું રસીકરણ

સમયાંતરે રસીકરણ કરી પશુપાલકો દ્વારા તેમના આરોગ્યની માવજત

લોકડાઉનમાં પશુપાલન વિભાગ દ્વારા 28763 સારવાર

monsoon
અરવલ્લીમાં ચોમાસા પૂર્વે 2.70 લાખથી વધુ પશુઓનું રસીકરણ કરાયું

અરવલ્લી: જિલ્લામાં ખેતીની સાથે પશુપાલનના વ્યયસાયનો પણ વિકાસ થઇ રહ્યો છે. પશુપાલન થકી જ આર્થિક ઉપાર્જન કરી રહ્યા છે. પશુપાલકોની આવકમાં વધારો કરવા પશુઓ સ્વસ્થ હોવા જરૂરી છે. જેને લઇ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય પશુરોગચાળા નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત (NADCP) પશુઓને રોગચાળાથી બચાવવા તેમની આવકના મુખ્ય સ્ત્રોત સમાન પશુઓને ચોમાસા સિઝન પૂર્વે રોગચાળાથી બચાવવા ખરવા-મોવાસા રોગને નાબૂદ કરવા સઘન રસીકરણ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં અરવલ્લીના 2,73,015 પશુઓને સધન રસીકરણ હેઠળ આવરી લેવામાં આવ્યાં છે.

આ ઉપરાંત અરવલ્લી પશુપાલન વિભાગ દ્વારા લોકડાઉના સમયગાળા દરમિયાન મોડાસાના 40126 ધનસુરાના 21695 , બાયડના 77629 માલપુર 47382 , મેઘરજ 34991 અને ભિલોડાના 51192 મળી કુલ 273015 પશુઓને રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે લોકડાઉનના સમયગાળામાં પશુપાલન વિભાગ દ્વારા 28763 બિમાર પશુઓની સારવાર કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.