મોડાસાની શ્રી એચ.એન સરસ્વતી વિદ્યાલયમાં અભ્યાસ કરતી ધોરણ 11 સાયન્સની 2 વિદ્યાર્થીનીઓએ અલગ-અલગ ઇનોવેટિવ પ્રોજેક્ટ રાષ્ટ્રીય કક્ષાએ રજૂ કર્યા હતા. તેમના પ્રોજેકટ અનોખા હોવાથી તેમની પસંદગી આંતરરાષ્ટ્રીય સ્પર્ધા માટે થતાં હવે શાળામાં ખુશીનું મોજુ પ્રસરી વળ્યું છે.
હાલ વાયુ પ્રદુષણની ખૂબ મોટી સમસ્યા છે. ત્યારે દિશા ચૌધરી નામની વિદ્યાર્થીનીએ વૃક્ષોમાં ઓક્સિજનના પ્રમાણ પર પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. જેના માટે નગરના વિવિધ સ્થળોએ અલગ અલગ પ્રકારના વૃક્ષમાં ઓક્સિજનના પરમાણનું રિડીગ લઈ તારણ કાઢ્યું છે.
જ્યારે અન્ય વિદ્યાર્થિની શ્રુતિ પટેલે નવજાત બાળકોમાં મગજના લકવા વિશે પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. જેમાં તેણે લકવાગ્રસ્ત બાળકો દ્વારા આપવામાં આવતા સંકેતોને ઓળખવા એક કીટ તૈયાર કરી છે. જેમાં વિવિધ પ્રકારની એલ.ઇ.ડી લાઇટ લગાવી છે. જ્યારે બાળક રડે અથવા તો હશે તો તેના પરથી એલ.ઇ.ડી લાઇટ ચાલુ કે બંધ થાય, જેથી બાળક શું કહેવા માંગે છે તે જાણી શકાય છે. આ માટે વિદ્યાર્થીનીએ શહેરની વિવિધ હોસ્પિટલમાં જઇને બાળકોના ડોક્ટર સાથે મુલાકાત કરી ખાસ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે .
કેરળ ખાતે યોજાનારી સ્પર્ધામાંથી 15 પ્રોજેક્ટ પસંદ કરાશે. આ પ્રોજેક્ટની પેટન્ટ કરી જે તે વિદ્યાર્થીના નામે કરવામાં આવશે.