ETV Bharat / state

મોડાસા પોલીસે કાલબેલિયા ગેંગના આરોપીને ઝડપી પાડ્યો - કાલબેલિયા ગેંગની સંડોવણી

અરવલ્લી જિલ્લાના મોડાસામાં થોડા માસ અગાઉ કેટલીક એસી અને ફ્રીજ રીપેરીંગની દુકાનોમાંથી કોમ્પ્રેસર અને એસી આઉટડોરની ચોરીની ઘટના બની હતી. પોલીસે બાતમીદારોને સક્રિય કરતા મોડાસા નગરમાં થ્રી-વ્હિલર ટ્રોલી, બાઇક લઈ ભંગાર વીણવા નીકળતી કાલબેલિયા ગેંગની સંડોવણી બહાર આવી હતી.

MODASA
મોડાસા પોલીસે કાલબેલિયા ગેંગના સાગરીતને ઝડપ્યો
author img

By

Published : Jan 23, 2021, 2:04 PM IST

  • થ્રી-વ્હિલર લઈ ભંગાર વીણવા નીકળતી કાલબેલિયા ગેંગની સંડોવણી બહાર આવી
  • પોલીસે અન્ય આરોપીઓને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા
  • CCTV ફૂટેજના આધારે પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી

મોડાસા: અરવલ્લી જિલ્લામાં થોડા માસ પહેલા કોમ્પ્રેસર અને એ.સી આઉટડોરની ચોરીની ઘટના બની હતી. આ કેસમાં પોલીસે એક આરોપીને ઝડપી અન્ય આરોપીઓને ઝડપવાના ચક્રો ગતીમાન કર્યા હતા. મોડાસા ટાઉન પોલીસે કાલબેલિયા ગેંગના વધુ એક સાગરીત વિનોદ ઉર્ફે જાંગડી રમેશ પરમારને હિંમતનગરથી ઝડપ્યો હતો.

ચોરીમાં ભંગાર વીણવા નીકળતી કાલબેલિયા ગેંગની સંડોવણી બહાર આવી

અરવલ્લી જિલ્લાના મોડાસામાં કેટલાક માસ અગાઉ કેટલીક એસી અને ફ્રીજ રીપેરીંગની દુકાનોમાંથી કોમ્પ્રેસર અને એસી આઉટડોરની ચોરીની ઘટના બની હતી. આ ચોરીના CCTV ફુટેજના આધારે પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. પોલીસે બાતમીદારોને સક્રિય કરતા મોડાસા નગરમાં થ્રી-વ્હિલર ટ્રોલી, બાઇક લઈ ભંગાર વીણવા નીકળતી કાલબેલિયા ગેંગની સંડોવણી બહાર આવી હતી.

રાજસ્થાનના કુખ્યાત ચોરને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

પોલીસે શહેરના મેઘરજ રોડ પર તંબુ તાંણી રહેતી રાજસ્થાનની કાલબેલિયા ગેંગના પ્રેમનાથ નાથુલાલ કાલબેલિયાને ઝડપી પાડી ચોરી કરેલા ફ્રિજના કોમ્પ્રેસર અને એ.સીના આઉટડોર કબ્જે લીધા હતા. પ્રેમનાથની સઘન પૂછપરછમાં અન્ય સાગરિતો પણ આ ચોરીમાં સંડોવાયેલા હોવાનું પોલીસને જાણ થતા કાલબેલિયા ગેંગના અન્ય સાગરિતોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. મોડાસા ટાઉન પોલીસને બાતમી મળતા શુક્રવારના રોજ કાલબેલિયા ગેંગના વધુ એક કુખ્યાત ચોર રાજસ્થાનના વિનોદ ઉર્ફે જાંગડી રમેશ પરમારને હિંમતનગરથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.