અરવલ્લી: અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના અંતરીયાળ ગામ નારસોલીમાં રહેતા 65 વર્ષના કનુભાઇ સુથારનો મૂળ વ્યવસાય ખેતીનો છે. પરંતુ પોતાની કોઠા સૂઝથી બિન ઉપયોગી લાકડા પર કળા કારીગરી કરી અદ્ભૂત વસ્તુ બનાવવાનો તેમને શોખ છે. ખેતી કરીને પોતાનું જીવન નિવાર્હ કરે છે. પરંતુ પ્રવૃતમય રહેવા લાકડામાંથી વિવિધ વસ્તુઓ બનાવે છે.
જ્યારે કનુભાઇની વસ્તુઓની બજારમાં ઘણી માંગ છે. તેઓ ઓર્ડર પ્રમાણે લાકડાની વસ્તુઓ બનાવી આપે છે. તેમના મિત્રો પણ તેમના પ્રવૃતિમય જીવનથી ખૂબ જ પ્રભાવિત છે. કનુભાઇના સંતાનો પોતાના કામમાં વ્યસ્ત છે. ત્યારે ઉંમરના આખરી પડાવે પહોંચેલા કનુભાઇ પોતાનો સમય કઇંક સર્જન કરી પસાર કરે છે. કળા પર કોઇનો ઇજારો હોતો નથી. માણસ શિક્ષિત ભલે ન હોય પણ કૌશલ્ય હોય તો આત્મનિભર રહી શકે છે.